મહિસાગર : ચુથાનામુવાડા ગામ પાસે ઈંગ્લીશ દારૂ..
મહિસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના ચુથાનામુવાડા ગામ પાસે સ્ટેટ વિજિલન્સ ગાધીનગર ને મળેલ બાતમીના આધારે
આ પસાર થઈ રહેલી પીક અપ ડાલા ની ગાડી ને રોકી તપાસ કરતાં આ પીકી અપ ડાલા ની ચેસીસ પર ઓઈલ ભરવાની ટાંકી બનાવી ફીટ કરવામાં આવેલ હતી.
આ ટાંકી માં વચ્ચે પાર્ટિસન કરી ને ટાંકી ની પાછળ ના ભાગમાં બળેલા જેવું ઓઈલ ભરેલ અને બીજા ભાગમાં વિવિધ બાન્ડનો ઈંગ્લીશ દારૂ ,
બીયર વિગેરે ની પુઠઠા ની અંદાજે સો પેટીઓ પાસ પરમીટ વગર વહન કરી ને લઈ જતાં સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ
પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.તડવી અને તેમના સ્ટાફે ઝડપી પાડેલ તેમજ ગાડીનાં ચાલક ને ઝડપી ને તેની સધન પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
આ ઈંગ્લીશ દારૂ નો જથ્થો રાજસ્થાન તરફથી ભરીને અમદાવાદ તરફ લઈ જવાતો હોય તેવી શંકા જોવા મળે છે.
સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ ગાંધીનગર દ્વારા સંતરામપુર થી લુણાવાડા ના રસ્તે જતા ચુથાનામુવાડા ગામ નજીક આ
વોચ ગોઠવીને આ દારુ નો જથ્થો ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતા પીકી અપ ડાલા સાથે આ ગાડી ઝડપી પાડીને
કાયદેસરની કાર્યવાહી કરીને સંતરામપુર પોલીસ મથકે ગુનો નોંધાવવા માટે ની કાર્યવાહી હાથ ધરેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે..
આ ઘટનામાં દારૂ ની હેરાફેરી કરતાં વાહન પીકી અપ ડાલા જેની અંદાજિત કિંમત રૂપિયા દોઢ લાખ અને પકડાયેલ
ઈંગ્લીશ દારૂની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ મલી મુદ્દામાલ
રુપિયા સાડા ચાર લાખ નો કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાની માહિતી મળી રહેલ છે…