વરસાદ ખેચાતાં ખેડૂતોમાં હાલાકી..! એક બાજુ ભૂંડ અને નીલગાયનો ત્રાસ,બીજી બાજુ ચોરોનો ત્રાસ.

ચોમાસાની ઋતુમાં વરસાદ વરસે છે, ત્યાં મુશળધાર વરસે.
નથી ત્યાં ક્યારી નથી ભરાઈ કે કોતરમાંથી રેલોય નથી નીકળ્યો.
નરોડા ગામે ચોરોનો ત્રાસ. વધ્યો. ચોમાસની ઋતુમાં ખેડૂતો ખેતીનું કામ પતાવી સામી સાંજે પરત ઘેર આવી જાય છે.
જ્યાં ત્યાં લીલું ઘાસ ઊગી નીકળવાથી જનાવરો બહાર આવી ફરતા હોય છે. ખેતરો સૂના હોવાનો લાભ ચોરો ઉઠાવી રહ્યા છે.
રાજેશભાઈ શામળભાઈ પટેલના ખેતરમાં આવેલા બોર કુવા માટે બનાવેલ ઓરડીના
હેન્ડલને તોડી ઉતારેલ મોટરના વીજ વાયરો આશરે 200 મીટર તથા મોટર ચલાવવાનું વિજબોર્ડ સમૂળગું ચોરો ઉઠાવી ગયા છે.
પાંચ દિવસ અગાઉ બે ખેડૂતોના વીજ વાયરો ખેતરના બોર કુવા પરથી પણ ચોરો કાપી લઈ ગયા છે.
ચોરોના ત્રાસના લીધે મુશ્કેલી અનુભવી રહ્યા છે.
એક બાજુ વરસાદની ખેંચ, બીજી બાજુ ચોરો વસાવેલો વીજ સમાન ઉઠાવી જાય છે. ખેડૂત કરે તો કરે પણ શું..?
પાઇની પેદાશ નથી, ને ઘડીની નવરાશ નથી.
કાળી મજૂરી કરીને અનાજ પાકે એ પહેલાં ભૂંડ અને નીલગાય વાસીદું વાળી નાખે.
થોડુઘણું બચે તો, વરસાદની ખેંચ.
અધૂરામાં પૂરું ચોરીની ઘટનાઓથી ખેડૂત કાયમ માટે પીસતો રહે છે.