મહિસાગર : વિરપુર MGVCL કચેરી ની ગંભીર બેદરકારી સામે આવી…

બેન્ક ઓફ બરોડા સામે મોતના કુવા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા જઈ રહ્યું છે.
MGVCL કચેરી ની નજીકમાં બેન્ક ઓફ બરોડા ની બિલકુલ સામે આવેલ જીવિત વીજ ડીપી જાડી જાંખરા થી ઢંકાઈ જતા અકસ્માત ને નોતરું….
બેન્ક ઓફ બરોડાની બિલકુલ સામે આવેલ જીવિત વીજ ડીપી ની ફરતે ફેલાયેલ જાડી જાંખરાનું તત્કાલીન કટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

મહીસાગર જિલ્લાના વિરપુર માં MGVCL કચેરી ની ઘોર બેદરકારી નજરે દેખાઈ રહી છે.
વિરપુર MGVCL ની બિલકુલ નજીકમાં બેન્ક ઓફ બરોડા આવેલી છે જેના કારણે
રોજિંદા અસહ્ય બેન્ક ના ગ્રાહકો આવતા હોય છે અને તે સ્થળે યોગેશ્વર પાર્ક સોસાયટી પણ આવેલી છે જેના કારણે
આ સ્થળે રોજિંદા હજારોની સંખ્યા માં લોકો પસાર થતા હોય છે તેવામાં તે જ સ્થળે યોગેશ્વર પાર્ક સોસાયટીની
જીવિત વીજ ડીપી આવેલ છે અને આ ડીપી બેન્ક ઓફ બરોડા ની બિલકુલ સામે નજીકમાં આવેલ છે અને
આ ડીપી માં અસહ્ય જાડી જાંખરા ઉંગી નીકળ્યા છે જેના કારણે ડીપી ઢંકાઈ જાય તેવી પરિસ્થતિ ઉભી થઈ રહી છે
અને જાડી જાંખરા એટલી હદે ફૂટી નીકળ્યા છે ત્યાંથી પસાર થવામાં પણ ભય રહે છે. બેન્ક ઓફ બરોડામાં માં કામ અર્થે આવતા ઘણા ગ્રાહકો
પોતાની સાથે નાના નાના ભૂલકાઓને પણ લાવતા હોય છે જેના કારણે બાળક રમતા રમતા જો આ
જીવિત વીજ ડીપીની ફરતે ફૂટી નીકળેલા જાડી જાંખરા ને અડી જાય તો મોટી જાનહાની થઈ શકે છે.
વિરપુર માં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શુ આ બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓ ને આ દૂરદશા નહીં જોવાતી હોય
બેંક ઓફ બરોડાના અધિકારીઓ આ બાબતે ફરિયાદ ના કરી શકે?? વધુ માં વિરપુર માં વાયુવેગે ચર્ચા એ જોર પકડ્યું છે કે
MGVCL કચેરી નજીક બેન્ક ઓફ બરોડા સામે આવેલ આ ડીપી ની ફરતે અસહ્ય કાંટાળા જાડી જાંખરા ઉંગી નીકળ્યા છે
તે કોઈ MGVCL ના કર્મચારી ને નઈ દેખાતું હોય કે પછી કોઈ માનવી નો અકસ્માતે મૃત્યુ થાય તેની રાહ જોવાઈ રહી છે
તે એક મોટો સવાલ ઉત્પન્ન થવા પામ્યો છે. વિરપુર બેન્ક ઓફ બરોડામાં આવતા ગ્રાહકો ની સાથે યોગેશ્વર પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોની લાગણી સાથે
માંગણી છે કે તત્કાલીન ઝડપથી આ જીવિત વીજ ડીપી ની ફરતે જાડી જાંખરા કટિંગ કરવામાં આવે
જેથી કરીને અકસ્માત પૂર્વે સાવચેતી રહે.