મહિસાગર : સંતરામપુર દિગમ્બર જૈન સમાજના રથયાત્રા માં કે.મંત્રી કુબેર ડિંડોર તથા જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા..

સંતરામપુર દિગમ્બર જૈન સમાજના રથયાત્રા માં કેબિનેટ મંત્રી . કુબેર ડિંડોર તથા
મહિસાગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા ઉપસ્થિત રહી દર્શન કરી ને
ડાડીયા રાસ અને ગરબાની રમઝટ નિહાળી હતી
તેમજ રવાડી ના મેળાનું કલેકટરે નીરીક્ષણ કરી અને મેળાની પરીસ્થીતી નો તાગ મેળવેલ હતો..
આ પ્રસંગે જૈન સમાજ દ્વારા બન્ને અગ્રણીયોનું સાફા,
માળા અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
ક્લેક્ટર દ્વારા જૈન સમાજ ના આયોજન અને
ધર્મની નિયમીતતા તપસ્યા અને નીયમોને વધાવીને પ્રસંસા કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ જૈન સમાજ ના ધર્મ વીશે કહ્યું કે,
તપસ્યા અને કરૂણા લાગણી એ જૈન ધર્મની આગવી ઓળખ છે.
આ પ્રસંગે બન્ને મહાનુભાવોએ આરતી કરીને દર્શન કરેલ હતાં ..