મહિસાગર : સંતરામપુર નગરમાં શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર હોવાથી શિવભક્તો દ્વારા કાવડ યાત્રા..

મહિસાગર : સંતરામપુર નગરમાં શ્રાવણ માસ નો છેલ્લો સોમવાર હોવાથી
સંતરામપુર નગર ના બ્રહ્મ સમાજના અને
અન્ય સમાજનાં શિવભક્તો અને
યુવાનો તેમજ યુવતીઓ અને મહિલાઓ દ્વારા
મહાદેવજી ને જળાભિષેક માટે સંત જુનાં તલાવ થી હરહર મહાદેવના નારા સાથે
કાવડ યાત્રીઓએ પ્રસ્થાન કરેલ અને આ કાવડ યાત્રામાં વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયેલા હતા.
આ કાવયાત્રીઓ સંત જુનાતલાવથી સંત માં થઈ ને
રિલાયન્સ પેટ્રોલ પંપ થઈ ટાવરરોડ થઈ ને
મેઈન બજારમાં થઈ ને મોટા મહદેવ મંદિરે ગયેલ..
જ્યાં સો કાવડ યાત્રીઓ એ હરહર મહાદેવના ધાર્મિક નારા સાથે
દેવાધિદેવ મહાદેવજી ને ધાર્મિક વિધિ સર જળાભિષેક કરી ને ધન્યતા અનુભવી હતી..