કાંકરેજના મૈડકોલ ફાર્મ હાઉસ ખાતે અપક્ષ ઉમેદવાર ની મીટીંગ યોજાઈ…..
કાંકરેજ ૧૫ વિધાનસભામાં ભાજપ- કોંગ્રેસ- આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ પંખીઓ જંગ જામ્યો છે
ત્યારે અપક્ષ ઉમેદવારો દ્વારા મીટીંગો યોજી મતદારો ને રીઝવવા માટે એડીચોટી નુ જોર લગાવી રહ્યાં છે
કાંકરેજ -૧૫ વિધાનસભા મતવિસ્તારમાં ઠેરઠેર ગામો ગામ લોક સંપર્ક કરી સભાઓ ગજવી રહ્યાં છે….
કાંકરેજ તાલુકાના મૈંડકોલ ખાતે અપક્ષ ઉમેદવાર ગોડાજી મણાજી ઠાકોરે સભા યોજી મતદારોને અપક્ષ માં ક્રિકેટર ના નિશાન ઉપર મતદાન કરી જંગી લીડ થી જીતાડવા માટે હાકલ કરી હતી
એ જોતાં ભાજપ કોંગ્રેસની ટક્કર વાળી બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે સભા ગજવતા ભાજપ કોંગ્રેસ પાર્ટી ને મોટો ઝટકો લાગી શકે છે
આ પ્રસંગે પધારેલ મૈડકોલ તેરવાડા માંડલા ઇન્દ્રમણા કાકર ખોડા વાલપુરા થરા અધગામ તેમજ કાંકરેજ મત વિસ્તાર ના લોકો હાજર રહ્યા હતાં..