શંકાની પરાકાષ્ઠા : પત્ની પિયરમાં કોની સાથે વાતો કરે છે તેની જાણકારી મેળવવા માટે પતિએ વોટ્સ એપ હેક કર્યું
મકરપુરા વિસ્તારમાં રહેતા પરિણીતાના લગ્ન હરિયાણા ખાતે થયા હતા
પણ લગ્ન બાદ તેના સાસરિયાઓ તેને યેનકેન પ્રકારે ત્રાસ આપીને તેને હેરાન કરતા હતા
અને તેનો પતિ તેના પર શક રાખીને તેનો ફોનના કોલ રેકોર્ડીંગ કરવાતો હતો
અને વ્હોટ્સએપ હેક કરીને તેના પર નજર રાખી રહ્યો હતો
જેના કારણે પરિણિતા વડોદરા આવી ગઈ હતી અને પોતાના સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મરકરપૂરા વિસ્તારમાં રહેતી નંદની (નામ બદલ્યું છે)ના લગ્ન જાન્યુઆરીમાં કર્મજીત સિંહ સાથે લગ્ન થયા હતા.
લગ્ન બાદ તે ઘર સંસાર માંડવા માટે તે હરિયાણા ગઈ હતી.
લગ્ન બાદ થોડા સમય સુધી તેનો ઘર સંસાર સારો ચાલ્યો હતો
પણ ત્યાર બાદ તેનો પતિ તેને કામ અંગે મ્હેણા-ટોણા મારતો હતો
અને નંદનીના માતા-પિતાને પણ ગમેતેમ બોલતો હતો
પણ નંદનની વડિલોનુ માન રાખીને તે કંઈ બોલતી નહોતી અને તમામ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી.
પરિવારના અન્ય સભ્યો પણ નંદનીને ગમેતેમ બોલતા હતા
અને તેને ઢોર માર મારતા હતા
જોકે નંદનીને પોતાના ઘર સંસાર ભાંગવો ન હોય એટલે તે તમામ ત્રાસ સહન કરતી હતી.
ઘરવાળા કેટલીક વાર નંદનીને જમવાનું પણ નહોતા આપતા જેના કારણે ઘણીવાર નંદનીની તબિયત પણ બગડી જતી હતી.
લગ્ન અગાઉ કર્મજીતે નંદનીના પરિવારને જણાવ્યું હતું કે તે સરકારી નોકરી કરે છે.
પણ લગ્ન બાદ તેને જાણ થઈ હતી કે કર્મજીત ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
ઘરના ત્રાસ અંગે તેણે દુબઈ રહેતા પોતાના સસરાને પણ જણાવ્યું હતુ
પણ તેમણે પણ નંદનીને ધમકી આપીને ચૂપ કરાવી દીધી હતી
જેથી નંદની વડોદરા આવી ગઈ હતી
અને પોતાના પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
નંદની વાત કરે તે પછી કર્મજીત તેને ઢોર માર મારતો હતો
નંદની જ્યારે તેના ઘરવાળા સાથે વાત કરે ત્યાર બાદ કર્મજીત તેને ઢોર માર મારતો હતો
અને વાત કરવાની ના પાડતો હતો અને બાદમાં કર્મજીતે નંદનીનું વ્હોટ્સએપ હેક કરી લીધુ હતુ
અને કોલ ડિટેલ પણ મેળવતો હતો.
કર્મજીત નંદનીની ઈચ્છા વિરુદ્ધ શારિરીક સંબધ પણ બાંધતો હતો.