ડાયનાસોરના બોર્ડમાં રૈયોલીના નામનો છેદ ઉડાડી દેતા કચવાટ
બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે ભારત દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજા નંબરનો ડાયનોસોર ફોસિલ પાર્ક આવેલો છે.
જેના પગલે બાલાસિનોર તાલુકાનું રૈયોલી ગામ વિશ્વ ફલકે અંકિત થયું છે.
અમદાવાદ તરફથી બાલાસિનોરમાં પ્રવેશ કરતા હાઇવે પર ગુજરાત ટુરિઝમ દ્વારા ડાયનોસોર પાર્ક અને મ્યુઝિયમને લાગતા ડાયનોસોરના ફોટા સાથે વેલકમ ટુ બાલાસિનોર લખવામાં આવ્યું છે.
બોર્ડમાં રૈયોલી ગામનો ઉલ્લેખ ન કરાતા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
તેમજ ગ્રામજનો દ્વારા બોર્ડમાં રૈયોલી ગામનું નામ ઉમેરવાની માંગ ધારાસભ્યને કરવામાં આવી હતી.
રૈયોલી ગામનો ઉલ્લેખ કરવા રજૂઆત કરાશે
બાલાસિનોરના પ્રવેશદ્વાર પર લગાવેલ બોર્ડમાં રૈયોલી ગામના નામનો ઉલ્લેખ ન કરેલ હોવાથી ગ્રામજનોએ સંપર્ક કર્યો હતો.
જે બાબતે આગામી સમયમાં ગુજરાત ટુરિઝમમાં લેખિત અન્ય બોર્ડ લગાવવાના હોય
ત્યાં રૈયોલી ગામના નામનો ઉલ્લેખ કરવાની ગ્રામજનો દ્વારા કરાયેલ માંગની રજૂઆત કરવામાં આવશે. – અજીતસિંહ ચૌહાણ, ધારાસભ્ય.