દાહોદમાં એકાએક વરસાદી ઝાપટું, લીંમડી અને ઝાલોદ પંથકને પણ વરસાદે પલાળ્યા
દાહોદ શહેર સહિત ઝાલોદ તેમજ લીમડી પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
જયારે આજરોજ વહેલી સવારથી દાહોદમાં આકાશમાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે તડકો છાંયડાનો માહોલ સર્જાયો હતો.
દાહોદમાં સવારે તેમજ ઝાલોદ લીમડી પંથકમાં વીજળીના ચમકારા અને ઠંડા પવનની સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જિલ્લામાં નોરતાંમા વરસાદનુ વિઘ્ન ન આવતાં રાહત
સમગ્ર દેશમાં ચોમાસુ અંતિમ ચરણમાં છે.
ગુજરાતમાં તો ચોમાસાએ લગભગ વિદાય લઈ લીધી છે તેમ મનાઈ રહ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી ભારે ઉકળાટ અને ગરમીની વચ્ચે નવરાત્રી પર્વ દરમિયાન વરસાદના ઝાપટા પડવાની અટકળો ચાલી રહી હતી
પરંતુ દાહોદ જિલ્લામા નવરાત્રી અને દશેરા પર દરમિયાન વરસાદ ન પડતા ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓએ રાહતનો શ્વાસ દીધો હતો.
દાહોદમા સવાર સાંજ ઝાપટાં,ઝાલોદ પંથકમાં પણ મેઘાની એન્ટ્રી
જોકે દાહોદ શહેરમાં આજે સવારે 11:30 ના અરસામા તેમજ જિલ્લામાં ઢળતી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા ઠંડક પ્રસરી છે.
છેલ્લા બે ત્રણ દિવસથી દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકોના હાલ બેહાલ થયાં હતા.
ત્યારે આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દિવસભર સંતાકૂકડી રમી હતી.
અને સાંજ પડતા પડતા વીજળીના ચમકારાની સાથે દાહોદ શહેર તેમજ ઝાલોદ તાલુકાના લીમડી, ઝાલોદમાં વરસાદી પવન સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.