સાવરકુંડલા શહેરમાં નવરાત્રીમાં પંડાલોમાં અલગ અલગ માતાજીની મૂર્તિ મૂકી નવરાત્રીની ઉજવણી કરાય છે

દેશ અને દુનિયામાં નવરાત્રી નિમિતે આજે લોકો સમગ્ર રાજ્યમાં પાર્ટી પ્લોટ કરી નવરાત્રીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાય રહી છે
ત્યારે અમરેલી જિલ્લામાં વર્ષો જૂની પરંપરા આજે પણ જોવા મળી રહી છે અહીં 50 વર્ષ કરતા વધુ સમયથી અહીં નવરાત્રીની કઈક અલગ ઉજવણી થાય છે
અહીં માતાજીના પંડાલો નાખવામાં આવે છે જેમાં અલગ અલગ માતાજીની મૂર્તિઓ મુકવામાં આવે છે
અને આ મૂર્તિના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે આ જૂની પરંપરા માનવામાં આવે છે
અહીં દેવળા ગેટ વિસ્તાર,મણીભાઈ ચોક, વિસ્તારમાં માતાજીની મૂર્તિઓ આજે પણ મુકવામાં આવે છે
દેવળા ગેટ નજીક ચામુંડા માતાજીની મૂર્તિ મુકવામાં આવી છે જ્યારે મણીભાઈ ચોકમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશાલ મૂર્તિ મુકવામાં આવી છે
જે નવરાત્રી દરમ્યાન આ વિસ્તારમાં આસ્થાનું પ્રતીક બની રહી છે.
કલકતામાં આ રીતે મૂર્તિ આજે પણ મુકાય છે
કલકત્તામાં આ માતાજીની મૂર્તિના પંડાલો આજે પણ જોવા મળે છે
ગુજરાત રાજ્યમાં આ મૂર્તિ પંડાલની નવરાત્રી હવે ધીમે ધીમે વિસરાય રહી છે
પરંતુ સાવરકુંડલા શહેરમાં વર્ષોથી આ રીતે મૂર્તિ પંડાલો જોવા મળે છે