લુણાવાડામાં વેદાંત નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને કાયદાકીય જાણકારી આપતો કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહીસાગર પોલીસ વડા રાકેશભાઈ બરોટ અને ડી વાય એસ પી પી.એસ વડવી દ્વારા સાયબર ક્રાઈમ અવરનેસ અંગેના કાર્યક્રમ કરવા અંગે સૂચના આધારે મહિલા પોલીસ સ્ટેશન લુણાવાડા દ્વારા વેદાંત નર્સિંગ કોલેજ ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનોને કાયદાકીય જાણકારી આપતો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કોલેજના વિદ્યાર્થીઓને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ધેનુ ઠાકર દ્વારા સાયબર ક્રાઈમ, વિવિધ પ્રકારના ફ્રોડ, ઓનલાઈન છેતરપિંડી તથા તેનાથી બચવાના ઉપાયો અને સાયબર ક્રાઇમનો ભોગ બન્યા બાદ શું કરવું એ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
સાયબરક્રાઈમ અને ફોનનાં ઉપયોગ વિશે માહિતી આપી
આ કાર્યક્રમમાં સોનલબેન પંડયા પણ હાજર રહીને યુવા એ ફોનનો કેવી રીતે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો તે જણાવીને મહિલાઓ ને જાગૃતિકરણ અંગે જાણકારી આપી હતી.
ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરના દીપિકાબેન હાજર રહીને સખી વન સ્ટોપ સેન્ટર અંગે સૌને માહિતગાર કર્યા હતા
આ કાર્યક્રમનો લાંભ નર્સિંગ કોલેજના વિધાર્થીઓને લીધો હતો.