ડાકોરમાં દર્શને આવેલ યુવતીના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ

પ્રતીકાત્મક તસવીર:ડાકોરમાં દર્શને આવેલ યુવતીના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ

દેવભૂમિ દ્વારકાની યુવતી મામા સાથે ડાકોર રણછોડરાયના દર્શન આવ્યા હતા.

શનિવારના રોજ પૂનમ હોવાના કારણે દર્શનમાં ખૂબ ભીડ હતી જેનો લાભ લઇ કોઇ અજાણ્યા ચોર ઇસમે યુવતીના ગળામાં પહેરેલ સોનાની ચેઈન સેરવી ફરાર થઇ ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના સણખલામાં રહેતા પ્રજ્ઞાબેન કરમૂર તા.10 સપ્ટેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં મોગર મામાના ઘરે આવ્યા હતા.

ત્યાંથી પ્રજ્ઞાબેન, તેમના બહેન અને મામા સોમાતભાઇ શનિવારના રોજ સવા અગિયાર વાગ્યાના અરસામાં ડાકોર દર્શન કરવા માટે આવ્યા હતા.

તેઓ બહેનોની લાઇનમાં દર્શન કર્યા હતા તે સમયે મંદિર પરિસરમાં ખૂબ ભીડ હતી

અને ધક્કા મૂકી થતી હતી. દર્શન કરી થોડા આગળ જતા પ્રજ્ઞાબહેને ગળામાં હાથ નાખી જોતા ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિ રૂ 70 હજાર જોવા મળી ન હતી.

જેથી આ અંગે આસપાસમાં તપાસ કરી તેમ છતાં મળી ન આવતા ડાકોર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp