સુરત ની વધુ એક શર્મશાર ઘટના ! વિધવા મહીલા ને વિધર્મી યુવાને ગર્ભવતી કરી નાખી અને પછી…

આપણે જાણીએ છે કે, સોશીયલ મીડિયામાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
ખાસ કરીને મહિલાઓ માટે આ કિસ્સો ચેતવણી સમાન છે,
ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, સુરતમાં ૩૬ વર્ષની વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી યુવકે તેની સાથે એવી રમત રમી કે, જાણીને આશ્ચય થશે.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ સુરતના જ ૩૭ વર્ષના પરણિત યુવક અલતાફ ઐયુબ સાલેએ મહિલાને ગર્ભવતી બનાવીને છોડી દીધાની ફરિયાદ નોંધાઈ છે.
કામરેજ તાલુકાના એક ગામમાં રહેતી રેખા વિધવા થયા પછી નાસ્તાનું વેચાણ કરતી હતી
ત્યારે તેનો સંપર્ક માંડવીના તડકેશ્વરમાં રહેતા અલતાફ ઐયુબ સાલે સાથે થયો હતો.
એક વર્ષ પહેલા રેખાની અલતાફ સાથે ઓળખાણ થઈ હતી.
ત્યાબાદ અલતાફે મહિલાને પ્રેમ કરતો હોવાની અને તેની સાથે લગ્ન કરવા માગતો હોવાની વાત કરી હતી.
બન્ને વચ્ચે અંતર ઘટતા અલતાફે રેખા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
અલતાફ પરણેલો હોવા છતાં તેણે રેખાની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.
જોકે, સમય જતા અલતાફના તેવર બદલાયા હતા અને તેનું રેખા સાથેનું વર્તન બદલાયું હતું.
રેખાને એક દિવસ પેટમાં દુખાવો ઉપડતા તેણે દવાખાને જઈને તપાસ કરાવી ત્યારે માલુમ પડ્યું હતું.
કે તે છ મહિનાથી પ્રેગનેન્ટ છે. અલતાફને આ વાતની જાણ થતાં તેણે પોત પ્રકાશ્યું હતું અને પોતે પરણેલો છે અને રેખા સાથે લગ્ન નહીં કરી શકે તેમ જણાવ્યું હતું.
આ પછી રેખાએ માંડવી પોલીસ સ્ટેશનમાં અલતાફ સામે બળાત્કાર ગુજાર્યાની અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે અલતાફ સાલેને પકડીને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાને પહેલા પતિથી ત્રણ બાળકો પણ છે. અલતાફ ગુનાહિત પ્રવૃત્તિ આચરી છે કે પછી કોઈ અન્ય મહિલાને શિકાર બનાવી છે કે,કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
આ મામલે વિધવા રેખાએ બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી હતી.
પોલીસે આરોપી અલતાફને પકડી લઈને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.