હાલોલના ફુલાભાઈ પાર્કમાં સમરસતાની ભક્તીના દર્શન, જયમતાજી ગ્રુપ આયોજિત ગરબામાં રુદ્રાક્ષ મ્યુઝિકલ ગ્રુપના તાલે ખેલૈયા ઘૂમ્યા
નવરાત્રી એટલે માં શક્તિની ભકતી અને ઉપાસનાનું પર્વ, નવરાત્રીની નવલી રાત્રીઓમાં માતાજીની આરાધના કરતા ભક્તો રાત્રે માતાજીના ગરબે ઘૂમી માતાજી પ્રત્યેની પોતાની આસ્થા અને શ્રદ્ધા દર્શાવતા હોય છે.
ત્યારે હાલોલ નગરજનો પણ માઈ ભક્તો દ્વારા ઠેર ઠેર યોજવામાં આવેલા ગરબામાં ઘૂમી પોતાની આસ્થા અને શ્રદ્ધા મન મુકીને દર્શાવી રહ્યા છે.
આધ્ય શક્તિ મા ભવાની રે અંબા…
નવ દિવસની ઉપાસના અને ભક્તિનું આશો નવરાત્રીનું આજે પાંચમુ નોરતું. હાલોલના ફુલાભાઈ પાર્કના જયમતાજી ગ્રુપ દ્વારા આયોજિત ગરબા ગ્રાઉન્ડ ખાતે નગરજનો ત્રણ તાળી અને બે તાળીના ગરબે ઘૂમ્યા હતા.
નવલી નવરાત્રીના રોજ એક એક દિવસ ઓછો થતા નગરજનોની આસ્થા વધી રહી હોય તેમ ગરબા ગ્રાઉન્ડમાં જામતી ભીડ જોતા લાગી રહ્યું છે.
આજે હાલોલ શહેરના નગરજનો મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.
રુદ્રાક્ષ મ્યુઝિકલ ગ્રુપના કાર્તિક પારેખ અને તેઓની ટીમે ગરબાની રમઝટ બોલાવતા માઇભક્તો માતાજીની ભક્તિમાં તરબોળ બન્યા હતા.
હાલોલના ફુલાભાઈ પાર્કના ગરબામાં કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ વિના સૌ ભકતો એક સાથે ગરબા રમી શકે અને પોતાની શક્તિ, શ્રદ્ધા મુજબ આરાધના કરી શકે તેવું સુંદર આયોજન જયમતાજી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે