ગોધરાની મુક્તાનંદ સોસાયટીમાં પ્રથમ નોરતે ગરબાની રમઝટ; ડીજેના સાઉન્ડમાં ખેલૈયા મન મૂકીને ઘૂમ્યા

ખેલૈયા જેની કાગ ડોળે રાહ જોઈ રહ્યાં હતા તેવો પર્વ નવરાત્રિ આજથી ભક્તિભાવ રીતે પ્રારંભ થયો છે.
સમગ્ર ગુજરાતના ખેલૈયા ગરબે ઘૂમવા પહોંચી ગયા છે. યુવાધન મનમૂકીને ગરબે ઘૂમતા જોવા મળી રહ્યાં છે.
આજે પ્રથમ દિવસ હોવા છતાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગોધરા શહેરના વિનોદભાઈ વીરવાણી આયોજીત મુક્તાનંદ સોસાયટીમાં સાઈ ક્રિષ્ના યુવક મંડળ ખાતે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતાં.
બહેનોએ ડીજેના સાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવી
પ્રથમ નોરતે જ પરંપરાંગત વસ્ત્રોથી સજજ થઇ ગરબા રમવા આવેલા ખેલૈયાનાં ડીજે ઢબૂકતાંની સાથે જ પગ થીરકવા લાગ્યાં હતાં.
ખેલૈયાએ માતાજીનાં ગરબાની રમઝટ બોલાવી હતી.
ગોધરા શહેર નવરાત્રી મહોત્સવ 2022ના થનગનાટ વચ્ચે નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે મારી દીકરી મારા આંગણે “સ્લોગન અંતર્ગત ગોધરાના સાંઈ ક્રિષ્ના યુવક મંડળ મુક્તાનંદ સોસાયટી નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગરવી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એટલે ગુજરાતી લોક નૃત્ય ગરબો જેમાં બહેનોએ ડીજેના સાઉન્ડમાં ગરબાની રમઝટ બોલાવી હતી.