પારડી શહેરના ક્રિકેટ સ્ટેડિયમની કામગીરી 3 વર્ષે પણ અધુરી, લૉન પણ ઢોર ચરી ગયા

પારડી પાલિકા વિસ્તારમાં છેલ્લા થોડા મહિનાઓથી એક પણ વિકાસના કામોનું ખાતમુર્હુત કે લોકાર્પણ થયુ નથી.
છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી તળાવ પાસે યુવાનો માટે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે,
પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ શકી નથી. 2019માં તળાવને વિકસાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.
જેમાં 1.40 કરોડમાં સિવિલ વર્ક હાથ ધરાયુ હતું.
પિચિંગ,પેવર બ્લોક,ગાર્ડન સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં અંદાજે 1.50 કરોડથી વધુનો ખર્ચ થઇ ચુકયો છે
પરંતુ ક્રિકેટ સ્ટેડિયમ હજુ સુધી તૈયાર થયું નથી.સ્ટેડિયમ પરની લોન પણ રખડતા ઢોર ચરી ગયા હોવાની માહિતી મળી રહી છે.
પાલિકાની ચૂંટણીને હવે 5થી 6 મહિના જ બાકી રહ્યાં છે ત્યારે શાસકો હવે ઓછા સમયમાં કેટલી કામગીરી પૂર્ણ કરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ભાજપ સંગઠન ધ્યાન આપે તેવી માગ ઉઠી રહી છે
