ભિલોડાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી યુવકે દુષ્કર્મ આચર્યું

ભિલોડાના જૂનાભવનાથ જંગલમાં ભિલોડા પંથકની સગીરાનું અપહરણ કરી માકરોડાના યુવાને લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું
અને જો કોઈને કહીશ તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લાકડીથી માર મારી બાઇક લઇ ફરાર થઇ જતાં સગીરાની માતાએ ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
ભિલોડા પંથકની સગીરાને માકરોડાનો શ્રવણભાઈ લાલજીભાઈ નિનામા લગ્ન કરવાની લાલચ આપી કાયદેરસના વાલીપણામાંથી અપહરણ કરી પોતાની બાઇક પર બેસાડી ભિલોડાથી માકરોડા જૂના ભવનાથ જંગલ વિસ્તારમાં લઇ જઇ તેણીની મરજી વિરુદ્ધ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લાકડીથી માર મારી પોતાની બાઇક લઇ નાસી જતાં બનાવ અંગે સગીરાની માતાએ શ્રવણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાથી પંથકમાં ચકચાર મચી હતી.