વિજાપુર પોલીસ સ્ટેશનના ઉચાપતના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ભાગેડુ આરોપી ડાકોર પોલીસના હાથમાં આવ્યો

ડાકોર પોલીસે વિજાપુર પોલીસ સ્ટેશનના ઉચાપતના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા આઠ વર્ષથી પોલીસને હાથ તાળી આપી ભાગી છુટેલ આરોપીને પકડી પાડી વિજાપુર પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
વર્ષ 2014ના વર્ષથી નાસતા ફરતો હતો
ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર કે.ડી.ભીમાણીની સૂચનાના આધારે પોલીસ સ્ટાફ વિવિધ ગુના ઉકેલવામાં કામે લાગ્યું હતું
આ દરમિયાન પોલીસને એવી બાતમી મળી હતી કે વિજાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં 195/2014 ઇ.પી.કો.કલમ 409,114 મુજબના ગુનાના કામે વર્ષ 2014ના વર્ષથી નાસતા ફરતા આરોપી વિજયકુમાર રાજુભાઇ બીન ધનાભાઇ પરમાર (ઉ.વ.30, રહે. વણોતી આઢીયાના મુવાડા તા.ઠાસરા) પોતાના ઘરે આવવાનો છે
જેથી તેને વોચ રાખી પકડી પાડી વિજાપુર પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરી છે.
