એક્સપ્રેસ હાઈવે પર કારમાં લિફ્ટ માંગનાર ત્રણ વ્યક્તિઓએ કાર ચાલકને કિડનેપ કર્યો, પોલીસે ત્રણેયને ઝડપી પાડ્યા

જો તમારી પાસે કોઈ લીફ્ટ માંગે તો અને લિફ્ટ આપતા પહેલાં ચેતજો કારણકે તેઓ લિફ્ટ માંગનાર નહીં પણ ખરેખર અપરણકાર હોઈ શકે છે.
આવું જ કંઈક અમદાવાદના એક વ્યક્તિ સાથે બન્યું છે. એક્સપ્રેસ હાઈવે પર ત્રણ વ્યક્તિઓને લિફ્ટ આપી હતી.
પરંતુ આગળ જતા આ ત્રણે જણાએ ભેગા થઈને કાર ચાલકની આંખમાં મરચાની ભૂકી નાખીને ચાકુની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
કલાકો સુધી કાર ચાલકનું અપહરણ કરીને આ ત્રણેય જણાએ તેને કાર લઈને 100 કિલોમીટરથી વધુ ફેરવ્યો હતો અને અજાણી જગ્યાએ ઉતારી દીધો હતો.
આ સમગ્ર મામલે રામોલ પોલીસે 3 આરોપીને લૂંટ કરેલી કાર અને મોબાઈલ સાથે ઝડપી લીધા છે.
કાર ચાલકને બાજુમાં બેસાડીને પોતે કાર ચલાવી
એક્સપ્રેસ હાઈવે પર સામાન્ય રીતે ઘણા લોકો ખાનગી કારમાં બેસીને અમદાવાદથી બરોડા તરફ જતા હોય છે.
આવી રીતે ઘણા લોકો લિફ્ટ આપીને આગળ વધતા હોય છે
પરંતુ એક વ્યક્તિને લિફ્ટ આપવી ભારે પડી છે.
આ વ્યક્તિ પોતાની કાર લઈને બરોડા તરફ આગળ વધી રહ્યો હતો.
ત્યારે એક્સપ્રેસ હાઈવે ના છેડે 3 વ્યક્તિઓ ઉભા હતા. જેમણે તેને આણંદ પાસે ઉતારવા માટે કહ્યું હતું.
આગળ જતા આ ત્રણ પૈકી એક વ્યક્તિએ આ વ્યક્તિને કારમાં ચાકુ બતાવ્યું અને આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી.
ત્યારબાદ આ ત્રણમાંથી એક જણાએ કાર ચાલકને બાજુમાં બેસાડીને પોતે કાર ચલાવી હતી.
કાર ચાલકનો મોબાઈલ ફોન લઈ લીધો હતો
ત્યારબાદ આ લોકોએ કાર ચાલકનો મોબાઈલ ફોન લઈ લીધો હતો
અને આમ તેમ કરીને અંદાજે 100 કિલોમીટર સુધી કાર ચાલકને ફેરવીને ઉતારી દીધો હતો.
તેમ જ લૂંટ કરેલી કાર અને મોબાઈલ લઈને આ ત્રણેય લોકો ભાગી ગયા હતા.
આ અંગે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ભટ્ટને માહિતી મળી હતી કે જે વ્યક્તિની કાર લૂંટાઈ ગઈ છે
તેવી જ એક કાર હાથીજણ પાસેથી પસાર થવાની છે.
જેથી રામોલ પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ કારને રોકી હતી.
કારચાલકની આંખમાં મરચું નાંખ્યું
કારને રોકતા કારમાં બેઠેલો વ્યક્તિ પોતાનું નામ રવિ કુમાર દલપતસિંહ ઝાલા પાટણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
તેણે કાર અંગે ડોક્યુમેન્ટ માંગતા તેની પાસે કોઈ ડોક્યુમેન્ટ હતા નહીં અને ધીમે ધીમે પોલીસને ખબર પડી કે આ એ જ કાર છે
જેમાં એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને લૂંટવામાં આવ્યો હતો.
વધુ પૂછપરછ કરતા રવિએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા તે તેની સાથે રણજીત ઝાલા અને બાદલજી ઝાલા એક્સપ્રેસ હાઈવેથી કારમાં બેસીને આણંદ તરફ ગયા હતા ને એક કાર ચાલકને આંખમાં મરચાની નાખીને કાર તેની પાસેથી લઈ લીધી હતી.
