પોલીસ ચોકી સામે જ ઢોર પાર્ટી પર તલવારથી હુમલો,1 ઘાયલ
ગોમતીપુરમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર પોલીસ ચોકીની સામે જ ગોપાલકે તલવારથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં એક કામદાર ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ગોમતીપુરમાં મનમોહન ચારરસ્તા પાસે મંગળવારે રાત્રે મ્યુનિ.ટીમ રખડતાં ઢોર પૈકી ગાયને કોર્ડન કરી પકડી રહી હતી.
ગોપાલકે તલવારથી હુમલો કર્યો
તે સમયે પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશ ભીખા રબારીએ ત્યાં આવી બે ગાયને છોડી દેવાનું કહી,
ઢોર પકડવાની કામગીરી કરતાં ઇકરામુદ્દીન પઠાણ પર તલવારથી હુમલો કર્યો હતો.
હુમલામાં ઘાયલ થયેલા ઇકરામુદ્દીનને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ અંગે તેણે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ સમયે મ્યુનિ. ટીમ સાથે એસઆરપી ગ્રૂપના સભ્યો પણ હાજર હતા.
રસ્તે રઝળતાં વધુ 70 ઢોર પકડાયાં
મ્યુનિ.એ બુધવારે રસ્તે રખડતાં 70 ઢોરને પકડ્યાં છે.
અત્યાર સુધીમાં 2142 ઢોર પકડ્યા છે. એ સાથે ઘાસનો 115 કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો.
જે સાથે અત્યાર સુધીમાં 56 પેડલ રિક્ષા જપ્ત કરી 15966 કિલો ઘાસનો જથ્થો જપ્ત કર્યો છે.