હોસ્પિટલમાંથી ચોર તબીબની ડિગ્રી, દર્દીઓની ફાઇલો સુદ્ધાં સાફ કરી ગયો

શહેરના બરાનપુરામાં આવેલી આયુર્વેદિક ક્લિનીકમાંથી તસ્કરોએ 3.45 લાખનો હાથફેરો કર્યો હતો.
જેમાં તસ્કરોએ માત્ર સોના-ચાંદીના ઘરેણા જ નહીં પરંતુ તબીબની ડિગ્રી સહિતના તમામ પ્રમાણપત્રો, તમામ દર્દીઓના કેસની ફાઈલો, બીલ બુક અને લોકરની ચાવી પણ તબીબો પોતાની સાથે લઇ ગયા હતા.
તબીબે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ચોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ડો. હિતેશ જયસ્વાલ બરાનપુરામાં આર્યુવેદિક ક્લિનિક ચલાવે છે.
મંગળવારે સવારે ક્લીનીકનું તાળુ તુટેલું હતું. બનાવની જાણ થતાં તબિબ ક્લિનીક પર પહોંચ્યા હતા.
તપાસ કરતાં ટેબલના ડ્રોવરમાંથી લેપટોપ, 51 હજાર રોકડા અને બીલબુક અને દર્દીઓની ફાઈલ ગાયબ હતી.
જ્યારે બાજુના રુમમાં તિજોરીમાંથી 2.62 લાખના સોના-ચાંદીના માતાના ઘરેણા અને મંદિરવાળા રુમમાંથી ક્લિનીકને લગતા કાગળો, બિલ બુક, પેશન્ટની ફાઈલો ગાયબ હતી.
આ ઉપરાંત તબીબીના બેન્ક લોકરની ચાવીઓ, ઓસ્ટ્રેલીયન બેન્કનું ડેબીટ કાર્ડ, ઈન્ટરનેશન ડ્રાઈવીંગ લાયસન્સ તથા ધોરણ 10-12ની માર્કશીટ, કોલેજના 3 વર્ષની માર્કશીટ અને દિલ્હી એક્સ યુનિવર્સિટીની બી.એચ.એમ.એસની ડિગ્રી પણ ચોરી હતી.
