દૂધની હડતાળને લઈને ડેરી પર લોકોની ભીડ જામી,લોકોએ ડબલ દૂધ લીધું
આવતીકાલે દૂધની હડતાળ હોવાથી આજે દૂધની ડેરીઓ પર લોકોની ભીડ જોવા મળી હતી.
કાલે દૂધ નહિ આવે તેવા ડરથી લોકો ડબલ દૂધ લઈને જય રહ્યા છે.
અમુલ પાર્લર પર પણ લોકોની ભીડ જામી હતી.પાર્લર પર રેગ્યુલર કરતા વધારે દૂધ મંગાવ્યુ છતાં અત્યારથી જ દૂધ પૂરું થઈ ગયું છે.
અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ભારે દૂધની અછત સર્જાઈ છે.
શાહીબાગમાં આવેલા ભવાની ડેરીના મલિક અરુણ માળીએ જણાવ્યું હતું કે મેં રેગ્યુલર દૂધ મંગાવવું તેટલું જ દૂધ મંગાવ્યું હતું
મારુ દૂધ રાતે 11 વાગ્યા સુધી વેચાય છે પરંતુ આજે 8 વાગ્યાના અરસામાં જ દૂધ પૂરું થવા આવ્યું છે.
લોકો જેટલું રોજ લઇ જાય તેનાથી 2 થી 3 ગણું દૂધ અત્યારે લઈને જઈ રહ્યા છે.
ગિરધર ડેરીના મલિક ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે આમ તો દૂધની અછત નથી.ડેરીમાં આવતું છૂટક દૂધ આવતીકાલે નહીં આવે
પરંતુ જે અમૂલનું દૂધ છે તે આવવાનું જ છે.લોકોના મનમાં ડર છે
જેના કારણે લોકો અત્યારે જ આવતીકાલ માટેનું દૂધ લઇ રહ્યા છે
જેથી દૂધની અછત સર્જાઈ છે.
ધારાબેને જણાવ્યું હતું કે હું દૂધ લેવા રોજ જે ડેરી જવ છું ત્યાં અત્યારે ગઈ તો દૂધ નહોતું
જે બાદ બીજી 2 ડેરી ફરી ત્યાં પણ દૂધ નહોતું
પરંતુ અમૂલના પાર્લર પર દૂધ લેવા આવી ત્યારે દૂધ મળી ગયું છે.મને ડર છે કે કાલે દૂધ નહિ આવે જેથી મેં આજે વધારે દૂધ લઇ લીધું છે.
અમદાવાદના રામદેવ ડેરી પાર્લરના વિક્રેતા ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે દરરોજ જે દૂધનું વેચાણ થતું હોય છે
તે આજે વહેલા પૂરું થઈ ગયું છે. આવતીકાલે દૂધની હડતાલ હોવાથી દૂધ નહીં આવે અને વેચાણ નહીં કરવામાં આવે.
દૂધ નહીં આવવાના કારણે આવતીકાલે ડેરી બંધ રાખશે. જ્યારે અમુલ પાર્લરના નીકળતા જયદીપ ચાવડાએ જણાવ્યું હતું
કે આજે દૂધના બેથી ત્રણ કેરેટ વધારે મંગાવ્યા હતા છતાં પણ દૂધનું વેચાણ આજે વહેલા પૂરું થઈ ગયું છે.
દરરોજ કરતા લોકો બે થી ત્રણ થેલી વધુ દૂધ લઈ જાય છે.
દરરોજ રાત્રે 11 વાગ્યા સુધી દૂધનું વેચાણ થતું હોય છે
પરંતુ આજે રાત્રે 8:00 વાગ્યા પહેલા જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો છે.