નાસરોલી ગામે એક સાથે પાંચ મકાનના તાળાં તૂટ્યાં

વિરપુરના કસલાવટી ગામે દોઢ માસ પહેલા શૈલેષભાઈ પટેલના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 6 તોલા જેટલા સોનાના દાગીના ઉઠાવી ફરાર થયા હતા.
ત્યારે નાસરોલી ગામે 3 દિવસ પહેલાં એકજ રાતમાં એક સાથે પંચાલ પરિવારના 5 મકાનોને નિશાન બનાવી ચોરોએ તરખાટ મચાવી દીધો છે.
જેમાં મહેન્દ્રભાઈ ના ઘરમાંથી છડા 100 ગ્રામ તેમજ સોનાનો કાપ, મનહરભાઈને ત્યાંથી દોઢ કિલો ચાંદીની રકમ જેમાં 500 ગ્રામ ચાદી પરત મળી તથા અેક તોલાના સોનાના ઘરેણાં ચાંદીના સિક્કા 6000 રોકડા તેમજ રમેશભાઈના ઘરમાંથી સોનાની બુટ્ટી 2 નગ સોનાની વિટી મળી કુલ 7 ગ્રામ ચાદીના દાગીનાની ચોરી થઇ હતી.
જ્યારે તસ્કરોઅે બાકીના બે ભાઈઓના મકાનમાંથી કઈ મળ્યું ન હતું.
જ્યારે ચોરોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચેલેન્જ ફેંકતા હોય
તેમ મકાનોમાં હાથ અજમાવી ડર ફેલાવ્યો હતો.
તો બીજી તરફ પોલીસ માત્ર અરજી પર તપાસ કરી રહી છે.
ચોરીના દિવસે પોલીસ આવી ગઈ બાદ ત્રણ દિવસ પછી પણ ડોગ સ્કોડ, ફિગર એક્સપોર્ટ, FSL સહિત અન્ય તપાસ ન થતા ફરિયાદી રોષે ભરાયા હતા.