માસુમ બાળકના માથામાં પથ્થર મારી મૃતદેહ ખેતરમાં નાંખી દીધો

નાની ભુગેડી ગામ પાસે ખેતરમાં અજાણ્યા છોકરાની મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થાનિકે અેક અજાણી મહીલા પથ્થર મારીને મૃત બાળકનો મૃતદેહ ખેતરમાં નાખીને જોઇ હતી.
સંતરામપુર પોલીસે અજાણ્યા હત્યારા વિરુદ્ધ ગુનો નોંધીને મૃતદેહની અોળખ તથા હત્યારાના શોધવા તજવીશ હાથ ધરી હતી.
નાની ભુગેડી ગામે ખેતરમાં કામ કરતી મહીલાઓ આ બાજુના બળદેવ પંચાલના ખેતરમાં બાળકનો મૃતદેહ મળતા
ગામના સરપંચ સહીતનાઅોને જાણ કરી હતી. સરપંચે પોલીસને જાણ પોલીસ ઘટના સ્થળે પહોચીને તપાસ કરતાં
આ શરે 3 થી 4 વર્ષના અજાણ્યા બાળકના માથાંમાં પથ્થર મારીને હત્યા કરી હોવાનું તપાસમાં જણાઇ અાવ્યું હતું.
પોલીસે અાસપાસ તપાસ કરતાં ગામના નિપમકુમાર પંચાલ ઘરે બેઠા હતા.
તે દરમ્યાન અેક અજાણી 25 વર્ષીય મહિલા બાળકને કેડમાં ઉંચકીને નિપમભાઇની દુકાનથી ખેતર તરફ ગઇ હતી.
અડધો કલાક બાદ અજાણી મહીલા પાછી આવીને નિપમભાઇની દુકાને ગોઠીબ તરફ જવાનો રસ્તો પુછતાં નિપમભાઇએ છોકરા બાબતે પુછતાં મહિલાઓ છોકરાને મારી બહેનના ઘરે મુકીને આવી છુ તેમ કહીને મહિલા જતી રહી હતી.
સંતરામુર પોલીસ મથકે પોલીસે અજાણ્યા મહીલા સામે હત્યાનો ગુનો નોંધી છે.
પોલીસે અજાણી મહીલા અને પથ્થર મારીને હત્યા કરેલ છોકરાની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
જયારે સોસીયલ મીડીયામાં છોકરાના મૃતદેહના ફોટા મુકીને ઓ ળખ છતી કરવાના પ્રયાસો થયા છે.
પોલીસને હત્યારી મહીલા અને મૃતક બાળકની ઓ ળખ છતી થઇ નથી.
