દાહોદમાં મુકબધિર યુવતીને અવાવરુ જગ્યાએ લઈ જઈ નરાધમે દુષ્કર્મ ગુજાર્યુ
પ્રતીકાત્મક તસવીર:દાહોદમાં મુકબધિર યુવતીને અવાવરુ જગ્યાએ લઈ જઈ નરાધમે દુષ્કર્મ ગુજાર્યુ
દાહોદમાં બે દિવસ પહેલાં જ દિન દહાડે લૂટની ઘટના બાદ એક મુકબધિર યુવતિ પર દુષ્કર્મની ઘટના બનતાં શહેરીજનોમાં ભયનો માહેલ છવાયો છે.
આ પિડીતા દાઉદી વ્હોરા સમાજની હોવાથી સમગ્ર સમાજે આજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી રેલી કાઢી આરોપીને કડકમાં કડક સજા કરવા માગ કરી હતી.
આ ઘટનામાં આરોપી ઘટના સ્થળેથી જ ઝડપાઇ જતાં તેને જેલભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું
દાહોદમાં દાઉદી વ્હોરા સમાજના એક પરિવાર પર જાણે આભ તૂટી પડયુ છે.
આ પરિવારમાં ત્રણ બાળકો પૈકી એક 19 વર્ષની યુવતિ છે જે જન્મથી જ સાાંભળી કે બોલી શક્તી નથી.
મુકબધિર યુવતિ ઘર આગળ મળી ન આવતા દોડધામ મચી
તારીખ 16 સપ્ટેમ્બરના રોજ આ યુવતિ પોતાના ઘરની બહાર રમવા માટે નીકળી હતી
અને થોડા સમય બાદ તે યુવતિ મળી ન આવતાં તેની માતાએ પિતાને જાણ કરી હતી.
જેથી તેના પિતા દીકરીની શોધખોળ કરવા નીકળ્યા હતા.
પિતાને યુવતિ અજાણ્યા યુવક સાથે મળી આવી
શહેરમાં વિવિધ વિસ્તારોમાં પિતાએ જાતે ફરીને તપાસ હાથ ધરી હતી.
ત્યારે રળિયાતી પાસે એક જૂના તૂટેલા મકાનોની બહાર તેમની દીકરી એક યુવક સાથે જોવા મળી હતી.
જેથી તેના પિતાએ પોતાની દીકરી સાથેના યુવકને પકડી પાડવા માટે બુમાબુમ કરતા આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા
અને યુવકને ઝડપી પાડી પોલીસને બોલાવી હતી.
પોલીસે શંકાના આધારે યુવકની અટક કરી
પોલીસ આ યુવકને શંકાના આધારે અટક કરી પોતાની સાથે લઇ ગઇ હતી.
બીજી તરફ મુક બધિર યુવતિના પિતા તેમજ પરિવારની ચિંતા વધી ગઇ હતી.
ગરીબ પરિવારમાં માતા અને પિતાએ વિચાર્યુ કે કમનસીબે પોતાની પુત્રી કે જે લાચાર છે
તેની સાથે કંઇ અજુગતુ બન્યુ હોવાની ચિંતા સતાવવા લાગી હતી.
તબીબી તપાસમાં દુષ્કર્મ કર્યુ હોવાનો ભાંડો ફૂટયો
પુત્રીની તબીબી તપાસ કરવા માટે તેને ઝાયડસ હોસ્પીટલમાં લઇ ગયા હતી.
તપાસને અંતે તબીબોએ યુવતિ પર દુષ્કર્મ થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
તે દરમિયાન ઝડપાયેલા યુવકે પોતો દાહોદ તાલુકાના તરવાડિયા હિંમત ગામનો વિજય રમેશ જોગડા પણદા હોવાનું જણાવ્યુ હતું.
પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો: સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું
જેથી એ ડિવીઝન પોલીસે વિજય રમેશ પણદા સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ શહેરના દાઉદી વ્હોરા સમાજમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
જેથી રોષે ભરાયેલા સમાજના લોકોએ રેલી કાઢી મુક બધિર યુવતિને દુષ્કર્મનો શિકાર બનાવનાર હેવાન સામે ફિટકારની લાગણી વરસાવી રેલી કાઢી આવેદન પત્ર આપ્યુ હતું.
જેમાં આ નરાધમને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે.
આ યુવક કોઇ પત્રિકાઓ વહેંચવાનું કામ કરે છે તેમ પોલીસના સૂત્રો દ્રારા જાણવા મળ્યુ છે.
જેથી આ પિડીતાના વિસ્તારમાં પણ પત્રિકાઓ વહેંચવા જ તે આવ્યો હતો.
ત્યારે તેની પાસે એક ટુ વ્હીલર પણ હતું. જેની પર બેસાડીને તે યુવતીને અવાવરુ સ્થળે લઇ ગયો હતો
અને તેની વાસના સંતોષી હતી તેમ પણ જાણવા મળ્યુ છે.
સાંસદ જશવંતસિંહે મુલાકાત લઈ આશ્વાસન આપ્યું
આ ઘટના બનતા દાહોદ વિસ્તારના સાંસદ જશવંતસિંહે પણ દાહોદ આવી દાઉદી વ્હોરા સમાજના લોકો સાથે ચર્ચા વિચારણા કરી હતી.
તેમજ પિડીતાની દવાખાનામાં જઇ મુલાકાત પણ લીધી હતી.
ઝડપી કાર્યવાહી થાય અને પિડીતાને અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે
તેના માટે સાંસદે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અધિકારીઓ ટેલીફોનિક ચર્ચા પણ કરી હતી.
Post Views: 71