કઠલાલ : વિદેશી દારૂનો જથ્થો..

કઠલાલ : મહારાજના મુવાડા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

કઠલાલ : મહારાજના મુવાડા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

કઠલાલ : મહારાજના મુવાડા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..
કઠલાલ : મહારાજના મુવાડા પાસે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો..

કઠલાલ પોલીસે રૂ. ૩.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો…

​કઠલાલ: ખેડા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કપડવંજ વિભાગ દ્વારા જિલ્લામાં પ્રોહીબિશનની બદી ડામવા મળેલી સૂચનાના આધારે કઠલાલ પોલીસે મોટી સફળતા મેળવી છે.

કઠલાલ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,

તે દરમિયાન એ.એસ.આઈ. બુધાભાઈ બાબુભાઈને મળેલી બાતમીના આધારે ફાગવેલ તાબે મહારાજના મુવાડા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો.

​આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી રૂ. ૫૪,૬૬૦ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ,

બિયરના ટીન અને વ્હિસ્કીનો જથ્થો મળી આવ્યો હતો.

સાથે જ ગુનામાં વપરાયેલ બોલેરો પીકઅપ ડાલા (નંબર GJ-07-TU-3999) જેની કિંમત રૂ. ૨,૫૦,૦૦૦ ગણવામાં આવી છે,

તે સહિત કુલ રૂ. ૩,૦૪,૬૬૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસે સ્થળ પરથી એક આરોપી કાળીદાસ ઉર્ફે કાબો કાંતિભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે,

જ્યારે અન્ય બે આરોપીઓ ચીરાગકુમાર હિંમતસિંહ રાઠોડ અને યુવરાજ ઉર્ફે શીવો દિનેશભાઈ સોલંકીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

વિજયસિંહ સોઢાપરમાર,ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ
ખેડા, કઠલાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp