મહીસાગર : મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા…

મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા...

મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા…

મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા...
મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા…

મહીસાગર જિલ્લામાં વાસ્મો કચેરીના ગેર વહીવટના પાપે અને જેતે સમય નાં આ કચેરી નાં અધિકારીઓ તેમજ કમૅચારીઓ ની કામ કરનારી એજન્સીઓ ની મીલીભગતથી

અને ટકાવારી નાં ચક્કર માં નલ સે જલ યોજના હેઠળ ની કામગીરી સંપૂર્ણ રીતે નહીં થતાં રાજ્ય સરકાર અને પાણી પુરવઠા બોર્ડ ના માથે માછલાં ધોવાઈ રહયા છે.

મહીસાગર જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી..જિલ્લામા મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા હતા…

મહીસાગર જિલ્લામાં સરકારની નલ સે જલ યોજનાની તકલાદી કામગીરીઓને લઈને વાસ્મો અધિકારીઓ અને કોન્ટ્રાકટર ના ભ્રષ્ટ વહીવટ સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઉનાળાની શરુઆત થતાં હાલ પીવાના પાણીની ખેંચ ના પોકારો સંખ્યાબંધ ગામડાઓમાં હાલ જોવા મળે છે.

ત્યારે જિલ્લામાં કરોડો રૂપિયાના ખર્ચાઓ જીલ્લા ની ગ્રામ્ય વિસ્તારોમાં ની ગરીબ આદિવાસી પ્રજા ને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની નલ સે જલ જેવી લોક ઉપયોગી સરકારની મહત્વકાંક્ષી યોજના

નલ સે જલ સફળ નહીં થતાં આ યોજના તંત્ર ની લાલીયાવાડી અને કોન્ટ્રાકટરો સાથે ની મીલીભગતથી નિષ્ફળ ગઈ હોવાનો એહસાસ આ જીલ્લા ની પ્રજા અનુભવી રહેલ છે.

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રસુલપુર ગામે થોડા સમય અગાઉ વીરપુર થી પાંચ કિલોમીટર દુર આવેલા આ

રસુલપુર ગામે રાજ્યના ત્રણ મંત્રીઓ ની કમીટી અને જીલ્લા નાં અધિકારીઓ તેમજ વાસમો નાં અધિકારીઓ નલ સે જલ ની કામગીરી નિહાળી નીકળી ગયા હતા….

જ્યારે જિલ્લામા નલ સે જલ નો વધુ એક ભ્રષ્ટ વહીવટ બહાર આવવા પામ્યો છે…

મહીસાગર જિલ્લાના વીરપુર ગામ તાલુકાનું મુખ્ય મથક છે… જ્યાં નલ સે જલ યોજના માટે ત્રણ વર્ષ પહેલા લાવવામાં આવેલ 1 કરોડ જેટલી માતબર રકમનો

પાઈપોનો જથ્થો મળી આવ્યો હતો.. આશ્ચર્ય ની વાત એ છે કે,જો ગામમાં પાઇપો નાખવામાં નથી આવી તો કરોડો રૂપિયા કોન્ટ્રાકટર ને કઈ રીતે કચેરી દ્વારા

બીલો મંજુર કરીને ચૂકવી દેવામાં આવ્યા હશે તે એક તપાસ નો વિષય બનેલ છે.

વીરપુર તાલુકામાં 3,32,000,299 ખર્ચ વાસ્મોની નલ સે જલ યોજના હેઠળ કરવામાં આવ્યો હોવા છતાં

ગામમાં આ યોજનાનું પીવાનુ પાણી પહોંચ્યું નથી.

નલ સે જલ યોજના હેઠળ વીરપુર ગામમાં અલગ અલગ 30 થી વધુ ફળિયા આવેલા છે

જેમા 10,000 થી વધુ લોકો વસવાટ કરે છે આ ગામમા નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો સરકારનો લક્ષ્યાંક હતો.

પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કમૅચારીઓ તેમજ કોન્ટ્રાકટરો ની મીલીભગત થી ગેરરીતિ આચરવામાં આવતા અહી પીવાનુ પાણી પહોંચ્યું નથી

અને આવી લોકહિત વાળી અને લોક ઉપયોગી સરકારની આ નલ સે જલ યોજનાનાં લાભથી પ્રજા વંચિત રહેલ છે.

વિરપુર ગામમાં નલ સે જલ યોજના હેઠળની અંદાજે રુપિયા 3.32 કરોડ જેવી માતબર રકમના ખર્ચવાળી

આ યોજના ની કામગીરી બી.વી. પટેલ નામની એજન્સી ને વર્ષ 2021 મા આપવામાં આવી હતી.

વાસમોના જેતે સમય નાં અધિકારી અને કમૅચારીઓ અને એજન્સીની મીલીભગતથી માત્રને માત્ર યોજના ધોડા કાગળ ઉપર દોડાવી ને યોજના સફળ હોવાનુ દર્શાવી

તેના નાણાં એજન્સીને ચૂકવાઈ દેવામાં આવ્યા નું જણાય છે.

મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા...
મહીસાગર : જીલ્લાના ગામડાઓમાં પીવાના પાણીના જોડાણો જ નથી.. મોટાભાગે કાગળ પર યોજના ચિતરી પૈસા ચુકવી દેવામાં આવ્યા…

ત્રણ વર્ષ પહેલા નલ સે જલ યોજના ની કામગીરી માટે ની જે પાઇપો વીરપુર ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે લાવવામાં આવી હતી.

તે પાઇપો આજે વિરપુર ગામના સીમાડે ખાનગી માલિકીની જમીનમાં ખુલ્લી પડેલી જોવા મળે છે.તેમ છતાં આ યોજના પુર્ણ બતાવી

કોન્ટ્રાક્ટર ને યોજનાના નાણાં ચુકવી દઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો ની લાગણી પ્રજા માં જોવા મળે છે.

ગામમાં હાલ લોકોને દૂરદૂરથી પાણી લાવવું પડે છે

વીરપુર ગામમાં અહી નલ સે જલ યોજના માત્ર કાગળ પર બની હોય તેવું જોવા મળે છે.

કરોડો રૂપિયા કામ કર્યા વગર વાસ્મો કચેરી દ્વારા કોન્ટ્રાકટરો ને ચૂકવી દેવામાં આવ્યા તેનું શું કારણ હોઈ શકે?

એક બાજુ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે

ત્યારે આ અંગે સ્થાનિક નેતાઓ ને પૂછતાં ભાજપ,કોંગ્રેસ અને આપ નેતાઓ સાથે રહી આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવેલ જોવા મળતો હતો.

આવી કામગીરી કરનારા ભ્રષ્ટાચારી અને કૌભાડી કોન્ટ્રાકટર અને અધિકારીઓ ની સામે ઉપરી વિભાગ દ્વારા તપાસ કરીને સરકાર માં જે રીપોર્ટ મોકલેલ

તે રીપોર્ટ પર જે એક્શન લીધેલા અને નોટિસો કોન્ટ્રાકટર ને આપેલ પરંતુ બાકી કામગીરી અને અધુરી કામગીરી હજુ પુરી કરવામાં આવી નથી અને

કેટલાક કામો શરુ નહીં કરીને કામ પુર્ણ થયા નું બતાવી અને સરકાર સાથે છેતરપિંડી કરી સરકારી નાણાં ગેરરીતિઓ આચરીને ચાઉં કરી ગયેલા હોઈ

તેમની સામે પોલીસ ફરીયાદ ની કાયૅવાહી ભય ભુખ ને ભષ્ટ્રાચાર ને નાબૂદ કરવાની ગુલબાંગો પોકારતી આ ગુજરાત ની સરકાર કરશે ખરી???

તેમજ આવા કૌભાંડીઓ અને ભષ્ટ્રાચારી જેતે સમય નાં વાસમો નાં અધિકારીઓ અને કમૅચારીઓ તેમજ કામ કરનાર એજન્સી ઓ પાસે થી નાણાં ની રિકવરી થશે ખરી?

મહીસાગર જિલ્લા માં થયેલ નલ સે જલ યોજના નાં કૌભાંડ અંગે.

* લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ એ વિધાનસભા મા નલ સે જલ યોજના મા થયેલ ભ્રષ્ટાચાર નોમુદ્દો ઉઠાવ્યો હતો 74 ગામોમા સ્થળ પર પાઇપો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નળ સે જળ યોજના હેઠળ મહિસાગર જિલ્લામાં રૂ.256 કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્યે કર્યો છે.

વિધાનસભામાં સોમવારે પાણી પુરવઠા, સિંચાઈ વિભાગની માંગણી પરની ચર્ચા વખતે

ધારાસભ્યે પોતાના જિલ્લાના 630 ગામોને બદલે માત્ર 455 ગામોમાં 2.496 કી.મી.ની પાઈપલાઈન નાંખીને સરકારી અધિકારીઓએ

4,811.63 કી.મી.ની પાઈપલાઈન માટે ખોટા ઈનવોઈસ ઉભા કરીને કરોડો રૂપિયા ચૂકવી કાઢ્યાની હૈયાવરાળ ઠાલવતા ઉચ્ચસ્તરીય તપાસ અને કાર્યવાહીની માંગણી લુણાવાડા નાં ધારાસભ્ય દ્વારા કરી હતી.

લુણાવાડાના ધારાસભ્યે તકેદારી સમિતિના અહેવાલને ટાંકતા કહ્યું કે, 630 ગામોમાંથી તો 119 ગામોમાં 74 કામોમાં સ્થળ ઉપર પાઈપો જ નહોતી

પ્રાથમિક રીપોર્ટ સાથે રજૂ થયેલી રિકવરી સીટ અને રેકર્ડ મુજબ અનિયમિતતાને આધારે રૂપિયા 126.88 કરોડની ગેરરિતી જણાઈ છે.

આથી તમામ સ્તરે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે.ગૃહમાં ચર્ચાને અંતે જવાબો આપતા

પાણી પુરવઠા અને સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા વિપક્ષ તરફથી થયેલા આક્ષોપોનો જવાબ આપી શક્યા નહોતા.

*કોણ શું કહી રહ્યું છે..તે
જુઓ..:

* આ અંગે અમે તપાસ કરી છે રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે એજન્સી ને 1.80 કરોડની રિકવરી માટે નોટિસ પણ મોકલી આપવામાં આવી છે. (ગીરીશ અંગોલા.યુનિટ મેનેજર વાસ્મો લુણાવાડા)
*
* કોન્ટ્રાકટરે ગામમાં કોઈ પાઇપો દબાવી નથી ગામમાં પાણી ની ખુબજ સમસ્યા છે અમે પોતે તપાસ કરી છે કોઈ જગ્યાએ નળ લાગ્યા નથી આ ગામમાં નવેસરથી કામ કરવામાં આવે.(નિખિલ પટેલ પ્રમુખ તાલુકા પંચાયત વીરપુર)
*
* આ ગામમાં યોજનાનુ પાણી મળ્યું નથી જે પાણી મળે છે તે મીની વોટરવર્ક્સ નુ છે જેમા પણ દૂષિત પાણી આવે છે મેઈન લાઇનોમા પાઇપો નાખવામાં આવી નથી અત્યારસુધી અનેક વાર રજૂઆત કરી ચૂક્યો છુ કોઈ જવાબ મળતો નથી. (નરેશ પટેલે.વહીવટદાર.વીરપુર )
*
🌹રિપોર્ટ : ઈન્દ્રવદન વ.પરીખ,
* સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp