વડોદરા : ફરતી કોઈ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન નો માલ કાળા બજાર માં વેચી દેવાતો હોવાની આશંકા..

અરજદાર રમણીકલાલ નાનજીભાઈ મકવાણા ગામ ફરતી કોઈ, જીલ્લો:વડોદરાના તેઓ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં માલ લેવા માટે ગયેલા…
અને આ ગ્રાહક ની નજર એક ગાડી ઉપર પડેલ જેમાં બપોરના સમયે બહારગામનો એક અશોક લેલન નો ફોરવીલ ટેમ્પો જોવાયેલ જેમાં
અનાજની બોરીઓ તેમજ અન્ય સરકારી માલ હોવાની શંકા જતા આ ગ્રાહકે તેનો વીડિયો ઉતારી લીધેલ..
આ વીડિયોમાં જોવાતી ગાડીમાં
બે નંબર માં સરકારી માલ નું આ દુકાનદાર દ્વારા બારોબાર કટિંગ કરી સરકારી માલ સગેવગે કરતું હોવાની આ ગ્રાહક ને શંકા જતા તેણે વિડિયો ઉતારી વાયરલ કરેલ હોવાનું જાણવા મળેલ છે..
વળી આ સરકારી દુકાનમાં દુકાનદાર પોતાની જ બંને દીકરીઓને સરકારી માલ નું વેચાણ કરવા બેસાડતા હોય અને
કોઈ ગ્રાહક ઊંચા આવજે અથવા પોતાને કેટલું અનાજ મળે છે તેવી કોઈ પૂછપરછ જેવી કોઈ પણ વાત કરે તો તે ગ્રાહકોને આ
દુકાનદાર દ્વારા ધમકાવવામાં આવતા હોય છે.. તેવી પણ લોકવાયકા સાંભળવા મળે છે..
વળી દુકાનદારે ગ્રાહકો ને કેટલો માલ આપ્યો તેની સરકાર શ્રી દ્વારા નિયમ મુજબ
આપવામાં આવતી પાવતી પણ દુકાનદાર દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી નથી.. અરજદાર રમણીકલાલ નાનજીભાઈ મકવાણા ગામ ફરતી કોઈ, જીલ્લા: વડોદરાએ
પુરવઠા અધિકારી શ્રી સાહેબને આ બાબતે આ હાલમાં અને આ અગાઉ પણ વારંવાર રજૂઆત કરેલ છે પરંતુ કોણ જાણે કેમ
તંત્ર ના બહેરા કાને કાઈ સંભળાતું
જ નથી..
તેમજ પુરવઠા અધિકારી સાહેબ પણ આ ઉપર કોઈપણ પ્રકારનું ધ્યાન આપતા નથી તેવું અરજદાર અને
જાગૃત નાગરિકો નું કહેવું છે.
જેથી જાગૃત નાગરિક તરીકે આ વિડીયો મારફત અરજદાર રમણીકલાલ નાનજીભાઈ મકવાણા એ આ વિડીયો વાયરલ કરી
નાગરિક પુરવઠા મંત્રી,
જિલ્લા કલેકટર સાહેબશ્રી,
તાલુકા મામલતદાર સાહેબશ્રી
તેમજ
તંત્ર ના જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી આખ ખોલી વિડિયો જોઈ અને આ દુકાનમાં જઈ તાત્કાલિક
સ્ટોક , બોરીઓ અને માલનું
તટસ્થ કાયદેસર ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહી કરી અને
દુધનું દુધ અને પાણી નું પાણી કરે તેવી
અરજદાર રમણીકલાલ નાનજીભાઈ મકવાણા અને
જાગૃત નાગરિકો ની માગ છે..
સત્ય હકીકત શું છે..તે છે તપાસ નો વિષય..
