મોરબીમા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ૬૬મા પરિનિર્માણ દિવસે કેન્ડલ રેલી કાઢી સલામી આપી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

મોરબીમા સ્વયં સૈનિક દળ દ્રારા ડોક્ટર બાબાસાહેબને સલામી આપી ફુલહાર કર્યા
અને દલિતસમાજે કેન્ડલ રેલી કાઢી હતી
ડોક્ટર ભીમરાવ આંબેડકરના મહા પરિનિર્માણ દિવસે મોરબીમા સાંજે સ્વયંમ સૈનિકદળ દ્વારા ગાંધીચોકમા ડોક્ટર બાબાસાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરી સલામી આપવામા આવી હતી
આ સલામી કાર્યક્રમમા યુવાનો મહિલાઓની સાથે નાના ભુલકાઓ પણ જોડાયા હતા
અને જયભીમના નારા સાથે શહેર ગુંજી ઉઠયુ હતુ
તેમજ મોરબી દલિતસમાજ દ્રારા નહેરુગેટથી ગાંધીચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ રેલી કાઢવામા આવી હતી
અને ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ પર ફુલહાર કરી બે મીનીટનુ મૌન પાડી પુષ્પાંજલી અને શ્રધ્ધાંજલી આપવામા આવી હતી
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વિશ્વવિભુતી મહાનાયકે કરોડો દલીતો પછાતો અને બહુજનોને પીડીતોને જીવન જીવતા શીખડાવ્યા અને બંધારણ થકી હકકો અપાવ્યા
અને સ્વયંમ સૈનિકદળનો ઉદેશ્ય એ છે કે માનવતાવાદી રાષ્ટ્રનુ નિર્માણ કરવુ કારણ કે ડોક્ટર બાબા સાહેબનુ પણ એ સપનુ હતુ
કે દરેક લોકો નાતજાતના ભેદભાવ વગર હળીમળીને રહે અને દેશ માનવતાવાદી બને.આ શ્રધ્ધાંજલી પુષ્પાંજલી કાર્યક્રમમા બહોળી સંખ્યામા દલિતસમાજે હાજરી આપી હતી
🌹અહેવાલ : કેમેરામેન અરબાઝ બુખારી સાથે રજાક બુખારી , મોરબી
