કડાણા :આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન

કડાણા :આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન

કડાણા :આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન

કડાણા :આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન
કડાણા :આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન

 

 

કડાણા તાલુકામાં આદિવાસી સમાજને જાતિના દાખલા આપવાનું તારીખ ૨૦/૧૦/૨૦૨૨ થી મામલતદાર કચેરી કડાણા દવારા શરુ કરયેલ જોવાં મળે છે.

પરંતુ આદિવાસી ની નોંધ જેની ૧૯૬૧ ની રેવન્યુ રેકોર્ડ માં પડેલી હોય તે
ધ્યાને લઈને અપાય છે.
પરંતુ જેનાં દાખલાઓ ખરાઈ માટે વિશ્રલેશણ સમિતિમાં હોઈ આ વિશ્લેષણ સમિતિનો પ્રશ્ન ધોંચમાં રહેતા આદિવાસી સમાજ દ્રારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવતા

સરકાર અને તંત્રની ચિંતા મા વધારો થયેલો જોવાય છે.

કડાણા તાલુકાના મુખ્ય મથક દિવડા કોલોની ખાતે કડાણા તાલુકાના આદિવાસી સમાજના લોકો દ્વારા જાતિના દાખલા મુદ્દે પાછલા કેટલાક સમયથી સભાઓ યોજી રણનીતિ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું

ત્યારે છેલ્લા પાંચ દિવસથી જાતિના દાખલા મુદ્દે આદિવાસી સમાજ ના આગેવાનો ને યુવાનો ને સમાજ દ્વારા હાલ ધરણા નું આંદોલન શરૂ કરવામાં આવ્યુંછે.

ત્યારે સરકાર અને તંત્ર દ્વારા આદિવાસી ઓ ના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લઇ ગુરુવારથી આદિવાસી ઓ ને દાખલા આપવાનું શરુ કર્યું હતું

પરંતુ આદિવાસી ઓ મા વિશ્લેષણ સમિતિ ને લઇ બાળકોના એલ આર ડી. નર્સ. ડ્રાયવર , કંડક્ટર જેવી નોકરીઓ નો પ્રશ્ન ગોચમાં રહેતા હાલ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતા

આંદોલન સમેટવા નો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો હતો.

વિશ્લેષણ સમિતી ના કારણે દાખલાની ખરાયને લઇ તાલુકાના ૩૦૦ જેટલા આદિવાસી સમાજના બાળકોને સરકારી ભરતીમાં પસંદગી પામ્યા હોવા છતાંય આજ સુધી નોકરીથી વંચિત રાખવામાં આવ્યા છે

ત્યારે હાલ આદિવાસી સમાજની પુરી માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતા અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે છોટાઉદેપુર આદિવાસી ઓ ના દાખલાઓનો જે રીતે ઉકેલ કરવા માટે સરકારે જે પરિપત્ર કરવામાં આવ્યો

તે જ રીતે આમારા પ્રશ્ન નો ઉકેલ કરવામાં આવે અન્યથા અમારું આંદોલન આજ પ્રકારે યોગ્ય નિર્ણય ના આવે ત્યાં સુધી આગળ વધશે

તેમજ આદિવાસી સમાજ દ્વારા નક્કી કરવામાં આવેલ રણનીતિ મુજબ વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે

તેમજ આગામી સમયમાં આવનાર વિધાનસભા ચૂંટણીનો આદિવાસી સમાજ બહિષ્કાર કરશે

તેમજ આ પ્રશ્ન નો નિકાલ નહિ આવેતો આવનાર દિવસોમાં આ હડતાલ ઉગ્ર આંદોલન તરફ પ્રયાણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી આંદોલન ને વધુ આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવતા

સરકાર દ્રારા આદિવાસી સમાજને રિઝવવા દાખલા આપવાનો પ્રયાસ નિષ્ફળજોવા મળ્યો હતો.

ભાજપ ની આદિવાસી ગૌરવ યાત્રા સંતરામપુર થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કડાણા તરફ પ્રયાણ કરેલ

જે આ ભાજપ ની ગૌરવ યાત્રા ને આદિવાસી યાત્રા માં કડાણા તાલુકા ના ભાજપના સંગઠનનાં આદિવાસી

કાર્યકરો , હોદ્દેદારો ને નેતાઓ તેમજ આ વિસતારની આદિવાસી પ્રજા ની ગેરહાજરી જોવાં મળતી હતી.

કડાણા તાલુકામાં ને સંતરામપુર તાલુકાના પશ્ચિમ વિસ્તારના આદિવાસી સમાજ ને પણ જાતિનાં દાખલાઓ સંદર્ભ

માં મુશકેલીઓ વેઠવી પડતી હોય ને જાતિનાં દાખલાઓ અપાતાં ના હોઈ ને તેથી સરકાર ને તંત્ર સામે વ્યાપક રોષ જોવાં મળે છે.

અને આ આદિવાસી સમાજ ના રોષ ની અસર આગામી થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ પડે તેમ જોવાં મળે છે.

 

🌹 ઈન્દ્રવદન વ. પરીખ , સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp