વંદેલી ગ્રામ પંચાયતમાં દરેક કામો માત્ર કાગળ પર શું ભ્રષ્ટાચારી પંચાયત સામે TDO તપાસ કરશે???

મોરવા હડફ તાલુકાના વંદેલી ગામમાં મનરેગામાં અને બીજા અનેક કામોમાં ભ્રષ્ટાચારની બુમો ઉઠી છે.
ત્યારે વાત કરીએ તો મોરવા હડફ તાલુકાના મોટી ગ્રામ પંચાયત એટલે વંદેલી ગ્રામ પંચાયત હોવા છતાં વંદેલી ગામમાં મનરેગાના કામોમાં માત્ર કાગળ ઉપર બતાવીને અનેક વિસ્તારના કામોમાં ભ્રષ્ટાચાર આચરીને અનેક અધિકારીઓએ પોતાના વિકાસના કાર્યો કર્યા હોય .
તેવા અનેક વિસ્તારના કામો માત્ર ને માત્ર કાગળ ઉપર બતાવીને વંદેલી ગામની ભોળી જનતા ને આવા ભ્રષ્ટ અધિકારીઓએ મૂર્ખ બનાવીને લાખો રૂપિયા બનાવી લીધા હોય તેમ લાગી રહ્યું છે .
ઉપલા અધિકારીઓના આશીર્વાદથી વંદેલી ગામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કેમ હાથ ધરવામાં આવતી નથી .
શું આવા અધિકારીઓને ગુલાબી નોટોનો પ્રસાદ મળી જાય છે કે રાજનીતિઓના બાણમાં આવી જાય છે.
તેવા અનેક પ્રકારના સવાલો ગ્રામજનોમાં ઊઠવા પામ્યો છે.
ત્યારે મનરેગા ના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સરપંચ તલાટી કમ મંત્રી સહિતના લોકોએ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના નો ગેરઉપયોગ કરી મનરેગામાં અધિકારીઓ અને સરપંચ તલાટી કમ મંત્રી ભ્રષ્ટાચાર આચરીને પોતાનો વિકાસ કર્યો.
જેથી 2016 થી 2021 સુધીના મનરેગાના કામોમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીઓમાં છેડા કરી લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો હોય.
અને કેટલાક કામો જે જોબકાર્ડ ધારકોએ કર્યા જ ન હોય તેમના ખાતામાં લાખો રૂપિયા નાખીને મસમોટું કૌભાંડ આચર્યું છે.
વંદેલી ગામમાં આવેલ પર માર્યા ફળિયામાં પેવર બ્લોકનું કામ એક માસ અગાઉનું બતાવીને સ્થળ ઉપર કામ કર્યા વગર જે જોબકાર્ડ ધારકોએ કામ કર્યું ન હોય.
તેવા જોબકાર્ડ ધારકોમાં એન્ટ્રીઓ કરી દેતા સ્થાનિક રહીશોમાં મનરેખા વિભાગ કચેરી અને વંદેલી ગ્રામ પંચાયત એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવી બૂમો ઊઠવા પામી છે .
ત્યારે મનરેગા અંતર્ગત થયેલા કામોમાં વંદેલી ગામના લોકોને કોઈપણ પ્રકારનો ફાયદો થયો ન હોવાથી વંદેલી ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે.
કે વંદેલી ગામનો વિકાસના બદલે મોરવા હડફ તાલુકા ના મનરેગા વિભાગ કચેરીના અધિકારી અને વંદેલી ગ્રામ પંચાયતે સરપંચ તલાટી કમ મંત્રીએ પોતાના વિકાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.
અને જે કામ મનરેગામા કરવામાં આવેલ છે તે કામ બીજી યોજનામાં પણ કરવામાં આવેલ છે.
એ ઓનલાઈન જોતા જોવા મળી રહ્યું છે.
તો હવે એ જવાનું રહ્યું કે સરપંચનો વિકાસ થયો કે ગામનો એ તો હવે આગળનો સમય બતાવશે જો સ્થળ તપાસ કરવામાં આવી તો કરોડોનો વિકાસ માત્ર કાગળ પર જોવા મળે .
એવું ગામ લોકોને લોકવાયકા સાંભળવા મળી રહી છે્
ગ્રામજનોના આક્ષેપો:-
પર માર્યા ફળિયામાં આંગણવાડી આગળ પેવર બ્લોક માત્ર કાગળ પર.
પર માર્યા ફળિયા થી પાકા રસ્તા સુધીનો આરસીસી રોડમાં ભ્રષ્ટાચાર
તાજપુરી બાણા થીપર માર્યા ફળિયાને જોડતું આરસીસી રોડ માં ૧૧,૦૦,૦૦૦ અગિયાર લાખનું ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપો ગ્રામજનોને કર્યા.
પર માર્યા ફળિયામાં બોરવેલ માં પણ ભ્રષ્ટાચાર બોર મોટર નાખવામાં જ નહીં આવી અને 300 ફૂટ મજૂર થયેલ હતું જેમાં ૪૦ ફૂટબોર કરવામાં આવેલ છે.
તળાવ ફળિયામાં આરસીસી રોડ જે મેન રોડથી અનુપસિંહ કોયા ના ગર સુધીનો રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે.
બાડી સેરા ફળિયામાં વોટર રોડમાં ભ્રષ્ટાચાર ઠાકોર ભુપેન્દ્રસિંહ અર્જુનસિંહ નામના લાભાર્થીને હજુ સુધી તેનો લાભ મળ્યો નહીં