કાલોલના મધવાસ -શામળદેવી ના તલાટી પોતાને કિંગ ગણાવી તાલુકા પંચાયત કચેરીમાં પત્રકાર સાથે હાથપાઈ ઉપર ઉતર્યા

-મધવાસ -શામળદેવીના તલાટી રાજકીય વગને લઈ કિંગ જેવી છાપ ઊભી કરવા માંગે છે
-સરકારી અધિકારી પોતાનું ભાન ભૂલી પત્રકાર સાથે હાથ પાઈ ઉપર ઉતર્યા.
-ખાનગી ઓફિસ ચલાવતા તલાટી હવે ભાઈગીરી પર ઉતર્યા.
-ફરજ સેજા ઉપર હાજર નહીં રહેતા તલાટી સામે TDO દ્વારા ખાતાકીય પગલાં લેવાશે ખરા…?
કાલોલ તાલુકાના મધવાસ અને શામળદેવી ગ્રામ પંચાયતના તલાટી કચેરીમાં હાજર નહીં રહીને
તાલુકા પંચાયત કચેરી સામે ખાનગી ઓફિસ ખોલીને પંચાયતનો વહીવટ ચલાવતા હોવા અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા.
તલાટીએ પોતાની પોલ ખુલ્લી પડી જતા પત્રકાર ઉપર કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં હાથ પાઈ કરી પત્રકારને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો
ત્યારે આવા ઉદ્ધધતન તલાટી સામે તાલુકા વિકાસ અધિકારી કાર્યવાહી કરે તે જરૂરી છે
કાલોલ તાલુકાના મધવાસ અને શામળદેવી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એસ એસ ઠાકોર પોતાના સેજાની પંચાયતોમાં હાજર રહેતા નથી
અને પંચાયત કચેરીમાં હાજરી આપવાના સ્થાને કાલોલ તાલુકા પંચાયત કચેરી સામે ખાનગી ઓફિસ ખોલીને ગ્રામ પંચાયત નો વહીવટ ચલાવી રહ્યા હોય
ગ્રામ પંચાયત કચેરીમાં તલાટી ગેરહાજર રહેતા બંને ગામના અરજદારોને તલાટીના કામ માટે અટવાઈ રહ્યા હોય
તેમ જ ભાડા ખર્ચીને કાલોલ સુધી લાંબા થવું પડતું હોય ત્યારે ગ્રામજનોને સમસ્યાને લઈને તલાટી એસએસ ઠાકોરની પ્રાઇવેટ ઓફિસ ચલાવતા હોવાનો અહેવાલ સ્થાનિક દૈનિક અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો
તલાટી વિરુદ્ધ અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતા તલાટીની પોલ જનતા અને વહીવટી તંત્રમાં ખુલ્લી પડી જતા ઉશ્કેરાઈ ગયા હતા
અને દૈનિક અખબાર ના પ્રતિનિધિ સાથે આજરોજ કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં ખુલ્લેઆમ હાથ પાઇ ઉપર ઉતરી આવ્યા હતા.
તલાટી જાહેરમાં કહેતા જોવા મળ્યા કે હું કાલોલ નો કિંગ છું
તે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી નો વિડીયો કેમ બતાવ્યો તેમ કહીને સરકારી કર્મચારી નહીં તે ભાઈ જેવા સ્વરૂપમાં આવી ગયા હતા
કાલોલ તાલુકાના ગ્રામ પંચાયતના સેજા ઉપર હાજર નહીં કરીને
ખાનગી ઓફિસ ખોલીને વહીવટ ચલાવતા આવા તલાટી કમ મંત્રી સામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવી હોય તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે
મધવાસ શામળદેવી પંચાયતના તલાટી દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં પત્રકાર સાથે હાથ પાઈ અને ઉદ્ધધતાઈ કરવામાં આવી હોય
તેવા તલાટી સામે કાલોલ TDO કાર્યવાહી કરી તેમની સામે ખાતાકીય તપાસ કરાવશે કે પછી આવા કર્મચારીને છાવરવામાં આવશે તે જોવું રહ્યું.