ડિસામાં નવું એરફોર્સ બેઝ બનશે 25 દેશના સંરક્ષણ મંત્રી ભાગ લેશે

પ્રતીકાત્મક તસવીર:ડિસામાં નવું એરફોર્સ બેઝ બનશે 25 દેશના સંરક્ષણ મંત્રી ભાગ લેશે

ડિસામાં નવું એરફોર્સ બેઝ બનશે 25 દેશના સંરક્ષણ મંત્રી ભાગ લેશે

પ્રતીકાત્મક તસવીર:ડિસામાં નવું એરફોર્સ બેઝ બનશે 25 દેશના સંરક્ષણ મંત્રી ભાગ લેશે
પ્રતીકાત્મક તસવીર:ડિસામાં નવું એરફોર્સ બેઝ બનશે 25 દેશના સંરક્ષણ મંત્રી ભાગ લેશે

 

 

ગાંધીનગર ખાતે 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનારા ડિફેન્સ એક્સ્પો મુદ્દે રક્ષા સચિવ ડો.અજયકુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ વખતે પ્રથમવાર અમે ડિફેન્સમાં રોકાણની યોજના લાવ્યા છીએ,

જેમાં 10 રાજ્યોની 33 કંપની એમઓયુ કરશે અને પાંચ હજાર કરોડના રોકાણનો અંદાજ છે.

ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બનેલ એક્ઝિબિશન સેન્ટરમાં એક લાખ ચો.મી.માં દેશના 1320 એક્ઝિબિટર્સ ભાગ લેશે.

જેમાં 75 દેશના પ્રતિનિધિઓ તેમજ 25 ડિફેન્સ મિનિસ્ટર ઉપસ્થિત રહેશે.

આ વખતે ડબલ કરતા વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે, જેમાંં 400 એમઓયુમાં 1 લાખ 25 હજાર કરોડના રોકાણનો દાવો કર્યો હતો.

ડીસામાં બનનાર એરફોર્સ બેઝની વર્ચ્યુઅલ જાહેરાત કરાશે.આ એક્સ્પોમાં ગુજરાતનું અલગ પેેવેલિયન ઉભું કરાયું છે,

જેમાં ડિફેન્સનું શક્તિપ્રદર્શન તેમજ વિવિધ ડિફેન્સના સાધનો બનાવતી કંપનીઓ હશે.

આ એક્સ્પોમાં પ્રથમ વખત સેમી ઓટોમેટિક બેટલ રાયફલ (STV-40) પ્રદર્શનમાં મુકાશે.

સૌથી ઝડપી વધી રહેલા ડિફેન્સ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રાધાન્ય અપાશે.

ડિફેન્સ ક્ષેત્રમાં આવનાર ચેલેન્જને ધ્યાને રાખીને આઇઆઇટી સહિત વિવિધ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રદર્શનમાં લવાશે.

આ એક્સ્પોમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19મીએ હાજરી આપશે. ભારતના ત્રણેય દળો, ગુજરાત, તમિલનાડુ, ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારો, ડીઆરડીઓ, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ,

એસોચામ તથા ભારત ચેમ્બર ઑફ કોમર્સ સહિતના સંગઠનો સેમિનારમાં ભાગ લેશે.

ગાંધીનગર ખાતે 1600 ડ્રોનનું પ્રદર્શન કરાશે.

એક્સ્પોમાં રડાર ટેકનોલોજી બનાવતી કંપનીઓને પણ આમંત્રણ અપાયું છે.

ભારત 80 દેશમાં નિકાસ કરે છે

ડિફેન્સના વિવિધ નાના-મોટા સાધનો છેલ્લા ચાર પાંચ વર્ષમાં લગભગ 80 દેશોને એક્સપોર્ટ કરી રહ્યા છે

જેમાં મુખ્ય અમેરિકાને એક્સપોર્ટ કરાય છે. જેમાં 80થી 90 ટકા એક્સપોર્ટ પ્રાઇવેટ કંપનીઓ કરે છે.

જેનો બિઝનેસ 1300 કરોડને આંબી ગયો હતો આમ 800 ટકા ડિફેન્સ એક્સપોર્ટ વધ્યું છે

યુએસ એરફોર્સની રિસર્ચ લેબ સાથે પણ કામ કરી રહ્યા છે.

રિવરફ્રન્ટ પર થનારા કાર્યક્રમસાબરમતી રિવફ્રન્ટના ખાતે સારંગ એરોબેટિક ડિસપ્લે, પેરા મોટર એક્ટિવિટી, બેટરી ઓપરેટર, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન, કંટીન્યૂટી ડ્રીલ.

શ્વાસ રોકી પાણીમાં 400 મીટર જઈ દુશ્મનના બંકરને ઉડાવી દેવાયું

​​​​​​​રિવરફ્રન્ટ ખાતે એરફોર્સ, નેવી અને આર્મીના જુદા જુદા ડેમોસ્ટ્રેશન યોજાયા હતા.

નેવીએ પાણીમાં દુશ્મનના બંકરને કેવી રીતે બ્લાસ્ટ કરવું તે બતાવ્યું હતું.

પાણીમાં શ્વાસ રોકીને 300થી 400 મીટર તરી બંકર સુધી પહોંચી રિમોટથી બ્લાસ્ટ કરાયો હતો.

એરફોર્સના સ્મોક જંપર્સ અને રેપલર્સે દાવાનળનો સામનો કેવી રીતે થાય તેના કરતબ બતાવ્યા હતા

અને પાણી પરના ટેન્કર બેઝમાં બ્લાસ્ટ કર્યો હતો.

ધુમાડાની રિંગ પીરાણા સુધી પહોંચી ગઈ

રિવરફ્રન્ટ હાથ ધરવામાં આવેલા રિહર્સલ દરમિયાન દુશ્મનના બંકરનો નાશ કરવાના ડેમોને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp