અમદાવાદમાં સ્થાનિકે પોલીસને ઝઘડો થયાનો ખોટો મેસેજ આપી દારૂ પકડાવ્યો

બોડકદેવ ઠાકોર વાસમાં ઝઘડો થયાનો મેસેજ પોલીસને મળ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને બુટલેગરના ઘરમાંથી દારૂની 12 બોટલ મળી આવી હતી.
વસ્ત્રાપુર પોલીસને મેસેજ મળ્યો હતો કે બોડકદેવ ઠાકોર વાસ, કાળકા માતાના વાસ, જાંબુવન સોસાયટીના ગેટ પાસે ઝગડો થયો છે.
પોલીસે સ્થાનિકોની પૂછપરછ કરતા તેમણે કહ્યું કે, અહીં એક મકાનમાં આશિષ ઠાકોર નામના માણસે દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે.
જેના આધારે પોલીસને આશિષ ઠાકોરના ઘરમાંથી દારૂની 12 બોટલ(કિંમત રૂ.7800)ની મળી આવતાં પોલીસે આશિષ પ્રહલાદજી ઠાકોર(26) ને ઝડપી લીધો હતો.