શેત્રુંજી વિસ્તારમાં બે દીપડાઓ એકસાથે પાંજરે પુરાતા પશુપાલકોમાં અંતે રાહત

તળાજા પંથકમાં છેલ્લા દોઢેક માસથી સીમ વાડીઓમાં પાલતુ પશુઓ ઉપર હુમલો કરીને મારણ કરતા દીપડાઓની ભારે રંજાડને કારણે માલધારીઓ ખેડૂતો અને પશુપાલકો, ખૂબજ ચિંતિત બન્યા હતા .
તળાજા વન્યજીવ રેન્જ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પાંજરું મુકીને તળાજા નજીકના નવી કામરોળ ગામના રામદેવસિંહ બટુકસિંહ સરવૈયાની વાડીમાં મુકેલ પાંજરામાં એકી સાથે બે દીપડાને ઝડપી લઈને રેસ્ક્યુ કરતા તહેવારો ટાણે સીમ,વગડામાં વસવાટ કરતા ખેડૂતો પશુપાલકોમા રાહતની લાગણી થયેલ છે
એકાદ માસ અગાઉ તળાજાના નવા સાંગાણા ગામની સીમમાંઆવેલ શેરડીના વાઢ વચ્ચે બે દીપડાએ દેખા દઈને સાંગાણા ગામની સીમ વાડીમાં એક પાડીનું મારણ કરેલ
ત્યારબાદ શેત્રુંજી કાંઠાના વિસ્તારમાં અવાર-નવાર દીપડાએ દેખા જઈને પાલતુ પશુઓ ઉપર હુમલો શરૂ રાખી દીપડાની રંજાડ વધી જતા
આ વિસ્તારના લોકોની માગણીથી દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત હાથ ધરી હતી
તે દરમિયાન બે પુખ્ત નર દીપડા ઝડપાઇ જતાં વન વિભાગ દ્વારા અસરકાર રેસ્ક્યુ કરીને બંને દીપડાઓને વનવિભાગના સલામત અનામત વિસ્તારમાં મોકલી આપ્યા હતા