ભાવનગરમાં નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ મહિલા વર્ગમાં તેલંગાણાએ ગોલ્ડ મેડલ જીત્યો

પ્રતીકાત્મક તસવીર:ભાવનગરમાં નેશનલ ગેમ્સમાં બાસ્કેટબોલ મહિલા વર્ગમાં તેલંગાણાએ ગોલ્ડ મેડલ જીત્યો

નેશનલ ગેમ્સ અંતર્ગત ભાવનગરમાં બાસ્કેટબોલની 5×5 સ્પર્ધામાં મહિલા વર્ગમાં ખૂબ જ રસાકસી બાદ તેલંગાણાની ટીમનો વિજય થયો હતો.

તેમજ તમિલનાડુની ટીમ રનર્સ અપ રહી હતી.

તમિલનાડુની ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 5×5માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં 5×5ની ફાઇનલ મેચમાં તેલંગાણા અને તમિલનાડુ વચ્ચે રોમાંચક મેચ યોજાઈ હતી.

જેમાં તેલંગાણાની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા.

આથી તેલંગાણાની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો.

તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો.

તમિલનાડુની ટીમે પહેલા ક્વાર્ટરમાં લીડ મેળવી હતી.

પરંતુ બીજા ક્વાર્ટર અને ચોથા ક્વાર્ટરમાં તેલંગણાની ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

તેલંગાણાની મહિલા વર્ગની ટીમે 3×3 અને 5×5 એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

જ્યારે કેરળની ટીમે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

બે ગોલ્ડ પ્રાપ્ત કર્યા

જ્યારે તેલંગણા ટીમે 3×3માં પણ ચેમ્પિયન થઈ હતી.

સતત બીજી ટુર્નામેન્ટમાં જીત મેળવી નેશનલ ગેમ્સમાં બે ગોલ્ડ પ્રાપ્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp