વડોદરા પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા વિધિ થઇ, ફાફડા અને જલેબીનુ ધૂમ વેચાણ

પ્રતીકાત્મક તસવીર:વડોદરા પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા વિધિ થઇ, ફાફડા અને જલેબીનુ ધૂમ વેચાણ

વડોદરા પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા વિધિ થઇ, ફાફડા અને જલેબીનુ ધૂમ વેચાણ

પ્રતીકાત્મક તસવીર:વડોદરા પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા વિધિ થઇ, ફાફડા અને જલેબીનુ ધૂમ વેચાણ
પ્રતીકાત્મક તસવીર:વડોદરા પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા વિધિ થઇ, ફાફડા અને જલેબીનુ ધૂમ વેચાણ

 

આસુરી શક્તિ ઉપર વિજયના પ્રતિકરૂપે ઉજવવામાં આવતાં દશહરાની શહેરમા ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

આજે રાજમહેલ, પોલીસ વિભાગ સહિત વિવિધ લોકો દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.

દશહરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ભારે મહિમા છે.

ત્યારે શહેરીજનો છેલ્લા બે દિવસમાં અંદાજે 5 કરોડ ઉપરાતના ફાફડા જલેબી આરોગી ગયા હોવાનું મનાય છે.

કોરોના બાદ લોકોમાં ભારે ઉત્સાહ

આસો માસના શુક્લ પક્ષની દશમની તિથિ પર દશેરાનો પર્વ ઉજવાય છે.

આ વર્ષે બે વર્ષની કોરોના મહામારી બાદ ફરી એકવાર ખુબજ ઉત્સાહ પૂર્વક દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

દશેરાનો પર્વ અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવાય છે.

આજે શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ સાથે મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ સાથે શસ્ત્ર પૂજન વિધિ યોજવામાં આવી હતી.

દુકાનો, સ્ટોલો પર લાબી કતારો લાગી

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ભારે મહિમા છે.

વડોદરા શહેરમાં છેલ્લા બે દિવસથી ફાફડા જલેબી લોકોએ ખાવાની શરૂઆત કરી દીધી હતી.

દશહરાના પૂર્વ રાતથી ફરસાણની દુકાનોના સંચાલકો તેમજ સીઝનલ વ્યવસાય કરનારાઓએ ફાફડા જલેબી બનાવવાની શરૂઆત કરી દીધી હતી.

સીઝનલ વેપારીઓએ માચડા ઉભા કરી ફાફડા જલેબી બનાવી વેચાણ કર્યું હતું.

સવારથી ફાફડા અને જલેબીની દુકાનો ઉપર ગ્રાહકોની લાઇનો લાગી હતી.

ભાવ વધારાનો કોઇ ફરક પડ્યો નથી

રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશ ફરસાણના માલિક રાજુભાઇ શાહે જણાવ્યું હતું કે, કોરોના બાદ આ વખતે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ છે.

ભાવમાં રૂપિયા 15 થી રૂપિયા 30 નો વધારો છે.

જોકે તેનાથી ફાફડા અને જલેબીના વેચાણ ઉપર કોઇ અસર થઇ નથી.

વડોદરા શહેરમાં અંદાજે 5 કરોડ ઉપરાંતના ફાફડા જલેબીનુ વેચાણ થાય છે.

શહેરમાં શાંતિ જળવાય

આજના પાવન પર્વે વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો.સમશેરસિંહ એ જણાવ્યું હતું કે દશેરાના પર્વ પર આજે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે શસ્ત્રોનું અસરકારક ઉપયોગ કરી શહેરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકેએ અને તમામ સાધનો ના માધ્યમથી શહેરમાં શાંતિ બને તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp