શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મીઓને ખાદી ખરીદવા આદેશ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશનના ભાગરૂપે શિક્ષણ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તારીખ 15મી, ઓક્ટોબર સુધી ખાદીની ખરીદીનો આદેશ કર્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓેને પણ ખાદી ખરીદવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના સૂત્રને ચરિતાર્થ કરવાની સાથે સાથે વણાટકામ ક્ષેત્રમાં સંકળાયેલા જરૂરીયાત મંદ લોકોને રોજગારી આપવા માટે ખાદી ખરીદવાનો આદેશ કર્યો છે.
2જી, ઓક્ટોબરથી તારીખ 15મી, ઓક્ટોબર સુધીમાં ખાદીની ખરીદી કરવાનો રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
જોકે આદેશમાં ખાદીની સ્વૈછિક ખરીદીનો ઉલ્લેખ કર્યો છે.
પરંતુ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો,
શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફે ખાદીની ખરીદી કરવાની રહેશે.
વધુમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલા અને કાર્યરત તમામ શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત કે સામુહિક રીતે ખાદી ખરીદી અભિયાનમાં સામેલ થવા અપીલ કરવામાં આવી છે.