વિદેશ રહેલા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી લીધા

પ્રતીકાત્મક તસવીર:વિદેશ રહેલા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી લીધા

વિદેશ રહેલા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી લીધા

પ્રતીકાત્મક તસવીર:વિદેશ રહેલા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી લીધા
પ્રતીકાત્મક તસવીર:વિદેશ રહેલા ભાઈની ખોટી સહી કરી 2 ભાઈએ જમીનના ભાગ પાડી લીધા

 

માણસા તાલુકામાં ખરણા ગામના ખેડૂત અમેરિકા ગયા હતા તે સમયે તેમની જમીન બે ભાઈઓ વેચી મારી હોવાનું સામે આવ્યું છે.

ખેડૂત વિદેશથી પરત આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડ બાબતે તેમને ખબર પડતા સીટમાં અરજી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ માણસા પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધી છે.

જેમાં ખરણા ગામના તેમના બે મોટા ભાઈઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના ખરણા ગામે 66 વર્ષીય દશરથભાઈ મથુરદાસ પટેલે આ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી બે મોટાભાઈ કાળીદાસ મથુરદાસ પટેલ (ઘાટલોડિયા અમદાવાદ) અને બાબુભાઈ મથુરદાસ પટેલ (રહે- ન્યૂઝીલેન્ડ) છે.

ત્રણેય ભાઈઓના નામે ગામની સીમમાં આઠ વીઘા જેટલી વડીલો પાર્જિત જમીન આવેલી છે. જમીનનો વહીવટ દશરથભાઈના પિતાના 1984 માં થયેલા અવસાન બાદ બાબુભાઈ કરતા હતા.

1995માં દશરથભાઈ અમેરિકા ગયા હતા અને 2010માં તેઓ પરત આવ્યા હતા.

આ સમયગાળા દરમિયાન તેમની ગેરહાજરીમાં તેમના બંને ભાઈઓએ જમીનનો વહેંચણી લેખ અને સંમતિ જવાબ બનાવી જમીનની વહેંચણી કરી અલગ-અલગ નામે કરી દીધી હતી.

બાબુભાઈએ 2007માં પોતાના નામે થયેલ જમીન અન્ય એક ખેડૂતને વેચી પણ દીધી હતી.

દશરથભાઈ અમેરિકાથી પરત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે જમીનની વહેંચણી થઈ ગઈ છે.

જેથી તેઓ ખેતરમાં તેઓએ ખેતરમાં જઈ તપાસ કરતા હિસ્સાની સરખા ભાગે વહેંચણી થઈ નહોતી.

જેથી તેમણે મામલતદાર કચેરીમાંથી વહેંચણી લેખની નકલ મેળવી હતી.

જેમાં તેઓની ખોટી સહીઓ મળી આવી હતી.

જેથી સમગ્ર મુદ્દે તેઓએ એસઆઇટીમાં ફરિયાદ આપતા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ માણસા પોલીસે ફરિયાદ લીધી હતી.

જેમાં દશરથભાઈ પટેલના બંને મોટાભાઈ કાળીદાસ પટેલ અને બાબુભાઈ પટેલ વિરુદ્ધ વહેંચણી લેખમાં ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા બદલ વિશ્વાસઘાત-છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનના ભાવ આસમાને પહોંચતા છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે.

ખોટી સહિઓ કરી કે ખોટા દસ્તાવેજો કરી કરોડોની જમીન પચાવી પાડવામાં આવતી હોવાના બનાવમાં વધારો થતાં પોલીસ ફરિયાદમાં પણ વધારો થયો છે.

આ કેસમાં પણ આમ જ થયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp