અમરેલી સબ જેલના 40 કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ માસ સીએલ પર ઉતર્યા, જેલ સામે જ ધરણા કર્યા

સમગ્ર રાજ્યમાં જેલ કર્મચારીઓ આજે તેમના વિવિધ પડતર માંગો સાથે માસ સી.એલ પર ઉતરતા જેલોની કામગીરી અને સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે અમરેલી સબ જેલના 40 જેટલા કર્મચારીઓ જેલ ગેટ સામે ઘરણા કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા છે અને સરકાર સામે રોષ વ્યકત કરી રહ્યા છે.
જેના કારણે અહીં જેલના કેદીઓને મળવા આવતા લોકોને મુશ્કેલી સર્જાય શકે છે જેના કારણે અન્ય લોકોમાં પણ રોષ વધી શકે છે.
જ્યારે કર્મચારીઓ ઉચ્ચ કક્ષાથી કાર્યવાહી થવાના ડરના કારણે મીડિયાને ઈન્ટરવ્યૂ અને ઓફિશ્યલી પ્રતિક્રિયા આપતા ડર અનુભવી રહ્યા છે.
ખૂલીને વિરોધ કરતા ડરી રહ્યા છે.
જેલ બદલી અથવા તો અન્ય કોઈ ઇન્કવાયરી જેવી કાર્યવાહી ઉચ્ચ કક્ષાથી થાય તેનો પણ ડર લાગી રહ્યો છે.
બંંધ બારણે જેલના કર્મચારીઓ રોષ વ્યકત કરી રહ્યા છે.
તાજેતરમાં સુરક્ષા ભથ્થામાં સમાવેશ નહીં કરતા વધુ રોષ
તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું આપવામાં આવ્યું.
જેમાં જેલના કર્મચારીઓનો કોઈ ઉલ્લેખ નહિ કરવાના કારણે વધુ રોષ જોવા મળી રહ્યો છે.
જેલના કર્મચારીઓની માગ છે. સરકાર દ્વારા જે ભથ્થુ પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે
તે જેલ કર્મચારીઓને કેમ નહિ? તેવા સવાલો ઉઠાવી રહ્યા છે
ત્યારે આ હડતાળ સરકાર સામે વધુ ચાલે તેવી હાલ શકયતા જોવા મળી રહી છે