અમરેલીનાં ધારાસભ્ય પરેશ ધાનાણી પરિવાર સાથે ગરબે ઘૂમ્યા
અમરેલી જિલ્લામા નવરાત્રિને લઈ ખેલૈયાઓમાં ઉત્સાહ છવાયો છે.
પાંચમા નોરતે અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શેરી ગરબામાં પહોંચ્યા હતા
અને આરતી ઉતારી માતાજીની આરાધના કરી હતી.
તેમજ પરેશ ધાનાણી તેમના પરિવાર સાથે માતાજીના ગરબે ઘૂમ્યા હતા
અને શેરી ગરબામાં ધારાસભ્ય દ્વારા રાસ ગરબા ઘૂમતા સ્થાનીક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
અંતિમ દિવસોમાં ખેલૈયાઓમાં ઉત્સાહ
અમરેલીમાં જેમ-જેમ હવે નવરાત્રિનાં અંતિમ દિવસો આવી રહ્યા છે.
તેમ-તેમ શેરી ગરબામાં ભારે ઉત્સાહ સાથે ભીડ વધી રહી છે
અને રાજકીય આગેવાનો પણ નવરાત્રિઓમાં આરતી ઉતારતા જોવા મળી રહ્યા છે.