નવસારીમાં વિદ્યાર્થિનીનો આપઘાત, શાળાના આચાર્યએ માર મારતા અંતિમ પગલું ભર્યાનો પરિવારજનોનો આક્ષેપ

નવસારી જિલ્લાના ચીખલીના મલવાડા ગામે ધોરણ 12માં ભણતી દ્રષ્ટિ પટેલ નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે.
જેમાં પરિવારજનોએ વિદ્યાર્થિનીએ શાળાના આચાર્ય પર આક્ષેપ કર્યો છે.
પરિવારનો આક્ષેપ છે કે, દ્રષ્ટિ પટેલ એકમ કસોટીની બુક ઘરે ભૂલી જતા શાળાના આચાર્યાએ તેને શાળામાં માર માર્યો હતો.
જેને લઇને દ્રષ્ટિએ આ પગલુ ભર્યું છે. જેથી પરિવારજનોએ શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો.
દુપટ્ટા વડે ગળાફાંસો ખાધો
ફરિયાદી પરિમલ કાંતિભાઈ પટેલ કે, જે મલવાડામાં મજૂરી કરીને જીવન ગુજારે છે.
તેમણે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી છે કે, તેમની 17 વર્ષીય દીકરી દ્રષ્ટિ શ્રીમતી નયનાબેન મકનભાઈ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી હતી.
ગત 28મીએ યુનિટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેનું તેણે હોમવર્ક કર્યું ન હતું.
બીજા દિવસે વિદ્યાર્થીઓની બુક શાળામાં જમા કરાવવાની હતી.
જે દ્રષ્ટિએ ન કરાવતા માર માર્યો હતો.
જેથી માઠું લાગી આવ્યું હતું જેથી તેણે મલવાડા માતા ફળિયામાં પોતાના ઘરની પાછળ આવેલા પેજારીમાં લાકડાના દંડા ઉપર દુપટ્ટા વડે ગળાફાંસો લઈ જીવન ટૂંકાવ્યુ હતું.
શાળામાં હોબાળો થયો
ચીખલી પોલીસમાં દાખલ ફરિયાદમાં અત્યાર સુધી આચાર્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
માત્ર વિદ્યાર્થિનીને બોલાચાલીમાં માઠું લાગી આવતા તેણે આપઘાત કર્યાની નોંધ કરવામાં આવી છે.
જોકે, શાળામાં હોબાળો થતા હવે ટોળું ચીખલી પોલીસ સ્ટેશનને પહોંચીને બંને આરોપી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તે માટેની તજવીજ શરૂ થઈ છે.