મહાત્મા ગાંધીજી આઝાદીનું સૌથી મોટુ આંદોલન નવસારીના દાંડીમાં લડ્યા હતા

2 ઓકટોબર 1869માં જન્મેલ મહાત્મા ગાંધીનો રવિવારે 153 મો જન્મદિવસ છે. બાપુનું જન્મ સ્થળ ભલે પોરબંદર રહ્યું હોય,
પરંતુ તેમની કર્મભૂમિ સમગ્ર દેશ રહી છે.
એમાંય તેઓ આઝાદીનું સૌથી મોટુ મનાતુ મીઠા સત્યાગ્રહનું આંદોલન અહીંના નવસારીના દાંડી ખાતે જ લડ્યા હતા.
સાબરમતી આશ્રમથી શરૂ કરેલ પદયાત્રા દાંડી સુધી સને 1930 માં કરી હતી.
જેમાં 6 એપ્રિલના દિવસે તેમણે દાંડીમાં મીઠાના અન્યાય કર વિરૂદ્ધ ચપટી મીઠુ ઉપાડી સત્યાગ્રહ કર્યો હતો.
તેઓ આ સત્યાગ્રહ દરમિયાન દાંડી અને કરાડીમાં દિવસો સુધી રહ્યા હતા
અને તેમની ધરપકડ કરી ગાંધી સ્મૃતિ ફાટક ખાતે ટ્રેન થોભાવી પુના યરવાડા જેલ જવાયા હતા.
બાપુ માત્ર દાંડીકૂચ દરમિયાન જ નવસારી જિલ્લામાં આવ્યા ન હતા, પરંતુ સાલેજ, જલાલપોર સહિતના સ્થળે પણ અગાઉ આવ્યા હતા.
બાપુનો કૌટુંબિક વારસો પણ નવસારીમાં
નવસારી માત્ર બાપુની કર્મભૂમિ જ નથી,
પરંંતુ અહીં તેમનો ચોથી પેઢીનો વારસો પણ છે.
તેમની પ્રપૌત્રી નિલમબેન પરીખ નવસારીમાં રહે છે,
જે બાપુના ખોળામાં પણ રમ્યા હતા.
નિલમબેન જાણીતા આંખના તબીબ ડો. સમીર પરીખના માતા થાય છે.