2300 દિ’માં 2300 પેઈન્ટિંગ : વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન

પ્રતીકાત્મક તસવીર:2300 દિ’માં 2300 પેઈન્ટિંગ : વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન

2300 દિ’માં 2300 પેઈન્ટિંગ : વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન

પ્રતીકાત્મક તસવીર:2300 દિ’માં 2300 પેઈન્ટિંગ : વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન
પ્રતીકાત્મક તસવીર:2300 દિ’માં 2300 પેઈન્ટિંગ : વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન

 

સંતરામપુર તાલુકાના છાયણ જેવા નાના ગામમાંથી આવતા ચિત્રકાર બીપીન પટેલે વોટર કલરથી ઐતિહાસિક સ્થળો, ગ્રામ્ય જીવન, ધબકતું શહેર, જનજાગૃતિ સંદેશ આપતા અસંખ્ય ચિત્રોનું સર્જન કર્યું છે.

બરોડા યુનિ.માંથી ફાઈન આર્ટસ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરેલો છે.

2016થી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવનાર કલાસાધક ચિત્રકાર બીપીન પટેલે 2022ના રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવી અનોખી કલાસાધના જીવનમાં આત્મસાર કરનારા આર્ટિસ્ટ બીપીન પટેલે વિશ્વસ્તરે અને આં.રા.સ્તરે પણ નામના મેળવી છે.

હાલમાં જ ચિત્રકાર બીપીનભાઈને 2300 દિવસમાં 2300 પેઈન્ટીંગ વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

જેની સરાહનીય કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડો.મનીષકુમારના હસ્તે સન્નમાન કરાયું છે.

આ પહેલા તેમનો એક અનોખો કીર્તિમાન છે. તેઓએ સતત રોજ એક વોટર કલર પેઇન્ટિંગના 1000 દિવસમાં 1000 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

1500 દિવસમાં 1500 પેઇન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે પણ ઇન્ડિયા વલ્ડૅ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

યુનેસ્કો દ્વારા આયોજિત હેરિટેજ રાણકીવાવ પાટણ ખાતે દર વર્ષે યોજાતી લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધામાં સળંગ ચાર એવોર્ડ મેળવેલ છે .

અગાઉ પણ પ્રધાનમંત્રીના જન્મદિવસ ઉપર બનાવેલ વોટર કલર પેઇન્ટિંગે દિલ્હી ખાતે પીએમ ઓફિસમાં શોભા વધારી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp