દહેગામના સાંપા ગામે 50 થી વધુ ટ્રેકટર માટી – પથ્થરોથી નયનરમ્ય ગબ્બરની પ્રતિકૃતિ બનાવી,ઐતિહાસિક વાવ રોશનીથી ઝળહળી ઊઠી

દહેગામ તાલુકાના છેલ્લા ચૌદ વર્ષથી નિરંતર નવરાત્રિ ઉત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે.
સાંપા ગામના ગબ્બર ગ્રુપ દ્વારા આશરે 50 ટ્રેકટર થી પણ વધુ માટી અને પથ્થરો સહિતની વસ્તુઓથી આબેહૂબ માતાજીનાં ગબ્બરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ગબ્બર સોશિયલ મીડિયા અને યુ ટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે.
દહેગામ તાલુકાના સાંપા ગામે ગબ્બર ગૃપ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી નવરાત્રિ ઉત્સવ દરમિયાન વિશાળ નયનરમ્ય ગબ્બર બનાવવામાં આવે છે.
લગભગ 50 ટ્રેક્ટરથી પણ વધુ માટી અને પથ્થરોથી આ ગબ્બર બનાવવામાં સમગ્ર ગૃપના સભ્યો એક માસથી પણ વધુ સમય અથાગ મહેનત કરે છે.
પાવાગઢની આબેહૂબ પ્રતિકૃતિ સમાન આ ગબ્બરના દર્શનાર્થે નવરાત્રિ દરમિયાન આજુબાજુના તાલુકા-જિલ્લાના પચાસ હજારથી પણ વધુ માઈ ભક્તો દર્શનનો લહાવો લે છે.
ગબ્બરના દર્શને આવતા ભક્તો પણ ગરબે ઘૂમ્યા વિના રહી શકતા નથી.
આ ગબ્બર સોશિયલ મિડીયા અને યુ ટ્યુબના માધ્યમથી ખૂબ જ લોકપ્રિય બન્યો છે.