વડોદરામાં બાળકચોરીનો આરોપ મૂકી યુવાનને લોકોએ ઢોર માર માર્યો, બાઇકને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું

પ્રતીકાત્મક તસવીર:વડોદરામાં બાળકચોરીનો આરોપ મૂકી યુવાનને લોકોએ ઢોર માર માર્યો, બાઇકને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું

વડોદરાના કિશનવાડીમાં બાળકો ઉઠાવી જવાના આરોપમાં એક યુવાનને સ્થાનિક ટોળાએ મરણતોલ માર માર્યો હતો.

આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.

દરમિયાન પોલીસ આવી જતાં ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને પોલીસ હવાલે કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બાળકચોર યુવાનને માથામાં ઇજા થતાં લોહીલુહાણ

મળેલી માહિતી પ્રમાણે વડોદરાના કિશનવાડીમાં બાઇક ઉપર આવેલ એક યુવાન બાળક ઉઠાવી જઇ રહ્યો હોવાની સ્થાનિક લોકોને શંકા જતાં જોતજોતાંમાં ટોળું એકઠું થઇ ગયું હતું

અને કહેવાતા બાળક ચોરને હાથ અને લાતો ઉપરાંત હાથમાં જે આવ્યું તેનાથી મરણતોલ માર માર્યો હતો.

કહેવાતા બાળક ચોર યુવાનને માથામાં ઇજા થતાં લોહી લૂહાણ થઇ ગયો હતો.

વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઇરલ

કહેવાતો બાળકચોર લોકોના મારથી રોડ ઉપર બેભાન થઇ ગયા પછી પણ લોકો લાતો અને મુક્કા મારતા રહ્યાં હતાં.

દરમિયાન આ અંગેની જાણ બાપોદ પોલીસને થતાં પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી

અને ટોળાના ચુગાલમાંથી કહેવાતા બાળક ચોરને ગંભીર હાલતમાં ટોળામાંથી લઈ ગઈ હતી.

ગંભીર ઇજા પામેલા કહેવાતા બાળક ચોરને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp