અરવલ્લી જિલ્લાની 500થી વધુ શાળા-કોલેજોના ખેલાડીઓમાં તૈયારીઓને લઈ અનેરો ઉત્સાહ

આગામી 29 સપ્ટેમ્બરથી શરૂ થનારી નેશનલ ગેમ્સને લઈ આ વર્ષે યજમાન પદ ગુજરાતને ફાળે આવ્યું છે.
ત્યારે અરવલ્લી જિલ્લાની 500થી વધુ શાળા અને કોલેજોના ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અને ખેલાડીઓમાં સ્પર્ધામાં ભાગ લેવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતના 7000 અને ગુજરાતના 700 ખેલાડી ભાગ લેશે
‘જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા’ના બેનર હેઠળ તારીખ 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમ્યાન ભારતની સ્પોર્ટ્સની મોટામાં મોટી ગણાતી ઇવેન્ટ, નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થવાં જઈ રહ્યું છે.
જેમાં ભારતના 7000 ખેલાડી અને ગુજરાતના 700 ખેલાડી ભાગ લેશે.
ઇવેન્ટ ગુજરાતના 6 જિલ્લામાં આયોજન કરવામાં આવશે.
ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની 500થી વધુ શાળા કોલેજોમાં 15થી 20 તારીખ દરમ્યાન અલગ-અલગ રમતોનો મહાઉત્સવ યોજાશે.
અધિકારીઓ, પદાધીકારીઓએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
અરવલ્લી જિલ્લાના અલગ-અલગ જગ્યાએ જુદા-જુદા પદાધિકારી અને અધિકારીઓએ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.
આ સમગ્ર સંચાલન અરવલ્લી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલન હેઠળ જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર દ્વરા કરવામાં આવ્યું હતું.