દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત
પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં પાલૈયામાં સ્ટેટ મોનીટરીંગની ટીમે દરોડો પાડ્યો, 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

 

ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે રાત્રે પાલૈયા ગામની સીમમાં આવેલા બોર કૂવા પર રેડ કરી રૂ. 14 લાખ 84 હજારની કિંમતની 3 હજાર 484 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી

ગાંધીનગરના દહેગામ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનાં કટિંગની પ્રવૃતિ ફૂલીફાલી હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી.

એવામાં સ્ટેટ મોનીટરીંગ સેલના સુપ્રિટેન્ડન્ટ નિર્લિપ્ત રાયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક કે ટી કામરીયાનાં સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમે ગઈકાલે દહેગામનાં પાલૈયામાં ચાલતાં વિદેશી દારૂના કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ છે.

દારૂનો જથ્થો તેમજ વાહન મળીને 21.84 લાખનો મુદામાલ કબ્જે

સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે પાલૈયા ગામની સીમમાં જીતુભાઈ ઠાકોરના બોર કૂવા પાસેની ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાંથી વિદેશી દારૂની 3 હજાર 484 નંગ બોટલોનો જથ્થો જપ્ત કરી મસમોટા દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

સ્ટેટ મોનીટરીંગની ટીમે 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન મળીને 21.84 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

નવ ઈસમો વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ગુનો દાખલ

આ સમગ્ર વિદેશી દારૂના કટિંગ દરમિયાન દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના દહેગામમાં વિપુલ માત્રામાં દારૂ કટિંગનું નેટવર્ક ઝડપતાં સ્થાનિક પોલીસ ઊંઘતી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp