જિલ્લામાં ભરતી મેળાથી 5 વર્ષમાં 43 હજારથી વધુ યુવાનને રોજગારી

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સોમવારે રોજગાર- એપ્રેન્ટીસ નિમણુંક પ્રમાણપત્ર વિતરણ સમારંભ યોજાયો હતો.
સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ સમારંભમાં મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મ રૂપે 28 ઉમેદવારોને નિમણુંક પત્રો અપાયા હતા.
ઉમેદવારોને નિમણુંક પત્રો અપાયા
જિલ્લામાં સોમવારે કુલ 3800 જેટલા રોજગાર- એપ્રેન્ટીસ નિમણુંક પત્ર અપાયા હતા.
આ પ્રસંગે મેયર હિતેશ મકવાણાએ કહ્યું હતું કે, શ્રમ–રોજગાર વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં 930 ભરતી મેળા યોજીને 1.30 લાખ ઉમેદવારોને નોકરી અપાઇ છે.
