કલોલના સઈજમાંથી ચોરી થયેલા બુલેટ સાથે બે લોકોને ગાંધીનગર એલ.સી.બી.એ પકડી પાડ્યા

પ્રતીકાત્મક તસવીર:બિલ્ડર અપૂર્વ પટેલ સામે વધુ એક ફરિયાદ, ડી માર્ટમાંથી સામાન ચોરી કરતા ત્રણ ઝડપાયા

કલોલના સઈજમાંથી ચોરી થયેલા બુલેટ સાથે બે લોકોને ગાંધીનગર એલ.સી.બી.એ પકડી પાડ્યા

પ્રતીકાત્મક તસવીર:કલોલના સઈજમાંથી ચોરી થયેલા બુલેટ સાથે બે લોકોને ગાંધીનગર એલ.સી.બી.એ પકડી પાડ્યા
પ્રતીકાત્મક તસવીર:કલોલના સઈજમાંથી ચોરી થયેલા બુલેટ સાથે બે લોકોને ગાંધીનગર એલ.સી.બી.એ પકડી પાડ્યા

 

કલોલ તાલુકાના સહીજ ગામ નજીક આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં બે દિવસ પૂર્વે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં ગરબા જોવા ગયેલા કલોલના એક યુવાનનું બુલેટ બાઈક પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા.

ગરબા જોઈ પરત ફરી રહેલા યુવાનને પોતાનું બુલેટ બાઈક નહીં મળતા તેણે કલોલ તાલુકા પોલીસ મથકે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

જેને લઈને પોલીસે બાઈક અંગે શોધખોળ હાથ ધરી હતી. જેના ફળ સ્વરૂપે ગાંધીનગર સ્થાનિક ગુનાશોધક શાખા 02ના પોલીસ કર્મચારીને બાઇકની ભાળ મળતાં બાઈક સાથે એક સગીર સહિત અન્ય વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે.

કલોલ નજીકના સહીજ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ગત તા. 23 સપ્ટેમ્બરના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં કલોલની નીલકંઠ સોસાયટીમાં રહેતા રમેશ રત્નેશ્વર ત્રિવેદી પોતાનું બુલેટ બાઈક લઇ મિત્રો સાથે ગરબા જોવા ગયા હતા.

ગરબા જોઈને પરત ફરતી વખતે તેમણે જે જગ્યાએ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું ત્યાં બાઈક મળી નહીં આવતા શોધખોળ આદરી હતી.

લાંબો સમય શોધખોદ બાદ પણ બાઈક નહીં મળી આવતા આખરે કલોલ તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેના આધારે કલોલ તાલુકા પોલીસ મથકના અધિકારીએ બાઇક અંગે તપાસ આદરી હતી.

બીજી તરફ જિલ્લામાં વધી ગયેલા વાહન ચોરીના બનાવને લઈને સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ આધારે વાહન ચોરીના ગુના ઉકેલવા માટે સક્રિય બની છે.

જે દરમિયાન ગાંધીનગર જિલ્લાની એલસીબી 02ના હેડ કોન્સ્ટેબલ સજાદ હુસેન સબીર હુસેન અને બેચરભાઈ ઘેબાભાઈએ બાતમી આધારે કલોલ નજીકના ખોરજાપરા પાસેથી નંબર પ્લેટ વગરનું બુલેટ બાઈક લઈને જતા બે શખ્સોને થોભાવીને પૂછપરછ કરતા તેઓ વાહન અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

આથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બુલેટ લઈને જતા રવિ સતીશ પ્રજાપતિ ક્વોટર ગાયનો ટેકરો કલોલ વાળાએ પોતે બુલેટ બાઈક ચોરી હોવાની કબુલાત આપી હતી.

આથી પોલીસે તેની અટકાયત કરી તેની સાથે રહેલા એક સગીરની પણ પૂછપરછ હાથ ધરી છે.

આમ કલોલમાંથી ચોરાયેલા બુલેટ બાઈક સાથે બે શખ્સોને પોલીસે ગણતરીના કલાકમાં જ પકડી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp